કલોલ શહેરમાં આવેલા નવકાર ફ્લેટ પાસે જીઓ કંપની દ્વારા 5જી કેબલ નાખવા માટે ખોદકામ ચાલુ કરવામાં આવ્યું હતું. તે દરમિયાન સાબરમતી ગેસની પાઇપલાઇન તૂટી જતા ગેસ ગળતળની સમસ્યા પગલે ભાગદોડ સાથે લોકોમાં ચિંતાની લાગણી પ્રસરી ગઈ હતી. જોકે કોઈ હોનારત સર્જાય તે પહેલા રિપેરિંગ કામ હાથ ધરવામાં આવતા લોકોએ રાહતનો દમ લીધો હતો.
શહેરના રહીશોને રાંધણ ગેસ પૂરો પાડવા માટે સાબરમતી ગેસ કંપની દ્વારા કલોલમાં જમીનની અંદર ગેસની પાઇપલાઇનનો નાખવામાં આવી છે. પાઇપલાઇન ક્યાંથી પસાર થાય છે. તેની સૂચના દર્શાવતી નિશાનીઓ મુકવામાં આવી છે. તેમ છતાં જીઓ કંપની દ્વારા કોઈપણ જાતની ચકાસણી કર્યા વગર આડેધડ ખોદકામ શરૂ કરવામાં આવ્યું હતું.
તેના કારણે ગેસની લાઈન તૂટી જવાથી ગેસ લીકેજ નો પ્રશ્ન સર્જાયો હતો. તે વાત ફેલાતા લોકોમાં ગભરાટનો માહોલ ફરી મળ્યો હતો. દરમિયાન તાકીદના ધોરણે સાબરમતી ગેસ કંપનીને જાણ કરવામાં આવતા ટેકનિકલ સ્ટાફ ઘટના સ્થળે દોડી આવ્યો હતો. અને મરામત હાથ ધરી ગેસ લીકેજ બંધ કર્યો હતો. જેથી લોકોએ રાહતનો દમ લીધો હતો. ગેસની પાઇપલાઇનમાં ભંગાણ પડવાથી ગેસનો પુરવઠો ખોરવાઈ જતા અનેક પરિવારો મુશ્કેલીમાં મુકાઈ ગયા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.