ભાસ્કર ઈમ્પેકટ:કલોલ માર્કેટ વિસ્તારમાં કચરાના ઢગલાઓ સાફ કરાયા, વર્ષો જૂની સમસ્યાનો અહેવાલ રજૂ થતાં વેપારીઓએ દિવ્ય ભાસ્કરનો આભાર માન્યો

કલોલ12 દિવસ પહેલા
  • વર્ષો જૂની સમસ્યાનો અહેવાલ રજૂ થતાં વેપારીઓમાં હાશકારો

કલોલના વેપારીઓએ દિવ્યભાસ્કરનો આભાર વ્યક્ત કર્યો. વેપારીઓના જણાવ્યા અનુસાર વર્ષો જૂની સમસ્યા ડોર ટુ ડોર કચરા લેવાની હતી. જેની અનેકો વાર રજૂઆત કરવા છતાં. તેનો કોઈ નિકાલ આવતો ન હતો. જેની રજૂઆત વેપારીઓએ દિવ્ય ભાસ્કરને કરી. તો તાત્કાલિક ધોરણે નગરપાલિકાએ કલોલ નવજીવન મોલમાં કચરાની પેટીઓ લગાવી. જે બદલ વેપારીઓએ દિવ્યભાસ્કરનો આભાર માન્યો હતો.

ડોર ટુ ડોર સફાઈનો ટેક્સ લેવામાં આવે છે
કલોલ નગરજનો માટે ડોર ટુ ડોર સાફ-સફાઈના કામકાજ સારું કલોલ નગરપાલિકા દ્વારા સફાઈનો કોન્ટ્રાક્ટ જે તે કોન્ટ્રાક્ટરને આપેલો છે. જે બાબતે કલોલ નગરમાં ઘણી બધી જગ્યાએ વ્યાપક કચરાની ફરિયાદો પણ સામે આવી છે. જે સફાઈ બાબતમાં કલોલ નગરમાં આવતા ઘણા ખરા વેપારીઓને પૂછવામાં આવ્યું. વેપારીઓ દ્વારા જણાવવામાં આવ્યું કે, અમારા જોડે ડોર ટુ ડોર સફાઈનો ટેક્સ લેવામાં આવે છે. અને જો અમે ટેક્સ ના ભરીએ તો નગરપાલિકા દ્વારા બાહુબલી રોકવામાં આવે છે. જો કોઈ આર્થિક ભીડના કારણે કદાચ અમે ટેક્સ ચૂકવવાનું ભૂલી જઈએ તો નગરપાલિકા દ્વારા દુકાનો પણ સીલ કરવામાં આવેલી છે. જેના તાજેતરના દાખલા પણ છે. તો જે પ્રમાણે ટેક્સ વસૂલી માટે કડકાઇ કરવામાં આવે છે. શું એ પ્રમાણે અમે જે ટેક્સ ભરીએ છીએ તે પ્રમાણેની સુવિધા પણ આપવા માટે નગરપાલિકા બંધાયેલી હોવી જોઈએ. પણ છેલ્લા ઘણા સમયથી ડોર ટુ ડોર કચરો લેવા માટે અમારે ત્યાં કોઈ ગાડી આવતી નથી. તેમ છતાં ડોર ટુ ડોર માટે અમારા પાસેથી પૂરતો ટેક્સ વસુલાય છે. જેને નગરપાલિકાની ભાષામાં (ખાસ સફાઈ) ટેક્સના બીલમાં ઉલ્લેખ કરી વસૂલવામાં આવે છે.

હજુ ક્યાંક ને ક્યાંક વેપારીઓમાં અસંતોષ હોય એવું પણ જણાવી રહ્યાં હતા. તે કચરાપેટી તો લગાવી છે. પણ હવે રેગ્યુલરે કચરાપેટી ખાલી કરવા માટે ટ્રેક્ટર મોકલે તો સારું. આવી કચરાપેટી તો ત્રીજી વખત લગાવી. કચરા પેટી કચરાથી ફૂલ થઈ જાય. તો પણ કોઈ લેવા આવતું નથી. અને પછી કચરાની આસપાસ ગાયોના ટોળા થઈ જાય છે. ઘણીવાર ગાયો અંદર અંદર બાજવાથી રાહદારીઓને પણ નુકસાન પહોંચાડે છે. આ બધી સમસ્યાનું એકમાત્ર કારણ કચરો છે. જેનો અમે ટેક્સ ભરીએ છીએ તેમ છતાં નગરપાલિકા રેગ્યુલર કામ કરતી નથી. અમે કોમર્શિયલ ટેક્સ રેસીડેન્સીલ ટેક્સ કરતાં પણ વધારે ભરીએ છીએ. હવે કચરાપેટી તો મૂકી પણ જોવાનું એ રહ્યું કે એને નગરપાલિકા નિભાવ છે કે નહીં?

અન્ય સમાચારો પણ છે...