ગોલથરામાં ચાર જુગારીઓ ઝડપાયા:ગાંધીનગર પોલીસે રેડ પાડી બે મોબાઈલ સહિત 69 હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો, બે જુગારીઓ ભાગી ગયા

કલોલ8 દિવસ પહેલા
  • કૉપી લિંક

ગાંધીનગર જિલ્લા પોલીસને ખાનગી રાહે બાતમી મળી હતી કે ગોલથરા ગામમાં ચાર શખ્સો જુગાર રમી રહ્યા છે. તેના આધારે પોલીસે રેડ પાડી તેમને રંગે હાથ પકડી લીધા હતા. આ અંગે કલોલ તાલુકા પોલીસ સ્ટેશનમાં ચાર જુગારીઓ વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

કલોલ તાલુકા વિસ્તારમાં ગોલથરા ગામની અંદર ચાલી રહેલા જુગારમાં ગાંધીનગર પોલીસે રેડ કરીને ચાર જુગારીઓને પકડી લીધા હતા. ઉલ્લેખનીય છે કે ચોક્કસ બાતમીના આધારે ગોલતરા ગામની ભાગોળમાં પત્તાની હાર જીતનો જુગાર રમતા ચારે ઈસમોને 69,000ના મુદ્દામાલ સાથે ગાંધીનગર લોકલ ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડ્યા હતા. જુગાર રમાડતા મનહર વાળંદ તેમજ દિનેશ ઠાકોર, કનુ રબારી તથા નાગજી ઠાકોરને પકડવામાં આવ્યા છે.

પોલીસે આ લોકોને જુગાર રમતા રંગે હાથ પકડી પાડ્યા હતા તે સમય દરમિયાન પોલીસે રોકડ રૂપિયા 59,500 તેમજ 10 હજારની કિંમતના બે મોબાઈલ સહિત કુલ 69,500ના મુદ્દામાલ સાથે ચારે આરોપીઓને ઝડપી પાડ્યા હતા. ત્યારે અન્ય બે ઈસમો જે ભાગવામાં સફળ થઈ ગયા હતા. આરોપી મુકેશ ઠાકોર તેમજ રમેશ ઠાકોરને પકડવા કામગીરી હાથ ધરવામાં આવી છે. તમામ આરોપીઓ વિરુદ્ધ કલોલ તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...