રાષ્ટ્રપતિના અપમાનનો વિરોધ:ગાંધીનગર જિલ્લા ભાજપે રેલી કાઢી વિરોધ વ્યક્ત કર્યો; અધિર રંજન ચૌધરી માફી માંગે તેવી માંગણી

કલોલ17 દિવસ પહેલા

ગાંધીનગર જિલ્લા ભાજપા દ્વારા જિલ્લા ભાજપના અધ્યક્ષ અનિલભાઈ પટેલની ઉપસ્થિતિમાં કોંગ્રેસના લોકસભાના પક્ષના નેતા અધિર રંજન ચૌધરી દ્વારા પ્રથમ મહિલા આદિવાસી મહામહીમ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુજી માટે "રાષ્ટ્રપતિના બદલે રાષ્ટ્રપત્ની" જેવા અશોભનીય શબ્દોનો ઇરાદાપૂર્વક કરેલા પ્રયોગના વિરોધમાં વિરોધ પ્રદર્શનનો કાર્યક્રમ વિવિધ પ્લેકાર્ડ સાથે જિલ્લા ભાજપા કાર્યાલય ખાતે યોજાયો હતો. જિલ્લાના કલોલ, માણસા, દહેગામ અને ગાંધીનગર તાલુકા તમામ મંડલોમાં પણ સૂત્રોચાર દ્વારા વિરોધ પ્રદર્શન યોજાયા.

આદિવાસી દીકરીનું અપમાન સમગ્ર દેશનું અપમાન છે- ભાજપ
આદિવાસી દીકરીને રાષ્ટ્રપતિ બનાવીને પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીએ આદિવાસી ભાઈઓ - બહેનો પ્રત્યેની તેની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી છે, કોંગ્રેસના અધીર રંજન ચૌધરીએ આવા શબ્દનો કરેલ પ્રયોગ કોંગ્રેસની હિન માનસિકતા દર્શાવે છે, આદિવાસી દીકરીનું અપમાન સમગ્ર દેશનું અપમાન છે, દેશની જનતા કોંગ્રેસની આ હિન ચેષ્ટાને ક્યારેય માફ નહિ કરે. આ તકે જિલ્લા ભાજપા મહામંત્રી રમણભાઈ દેસાઈ, ગાંધીનગર તાલુકા ભાજપ મહામંત્રી પિયુષભાઈ પટેલ સહિત કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. ઉપસ્થિત સૌએ " રાષ્ટ્રપતિ નું અપમાન નહિ ચાલે...નહિ ચાલે" , " અધીર રંજન ચૌધરી માફી માંગે", " આદિવાસી દીકરીનું અપમાન નહી ચાલે નહીં ચાલે", " સોનિયા ગાંધી માફી માંગે" જેવા પ્લેકાર્ડ સાથે સૂત્રોચાર કરીને પ્રચંડ વિરોધ નોંધાવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...