રોષ:કલોલની હોસ્પિટલનો મેડિકલ વેસ્ટ પ્રતાપપુરાની સાઈટમાં ઠલવાતા રોષ

કલોલએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ગ્રામજનો એ ટ્રેક્ટર રોકી રાખી હોબાળો કર્યો પોલીસ દોડી આવી

કલોલ પાસેના પ્રતાપપુરા ગામે નગરપાલિકાની ડમ્પીંગ સાઈડમાં રાજેશ હોસ્પિટલ દ્વારા તેનો મેડિકલ વેસ્ટ ઠલાવવામાં આવતા ગ્રામજનો વિફર્યા હતા અને મેડિકલ વેસ્ટ ખાલી કરવા આવેલ ટ્રેક્ટર ને ખાલી કરવા ના દીધું હતું સ્થળ પર હોબાળો થઈ જતા પોલીસ દોડી આવી હતી અને ટ્રેક્ટરને પરત હોસ્પિટલમાં મોકલી આપી તેના કમ્પાઉન્ડમાં ખાલી કરવામાં આવ્યું હતું.

કલોલમાં આવેલ રાજેશ હોસ્પિટલમાં ઉત્પન્ન થતો મેડિકલ વેસ્ટનો કચરો એકત્ર કરીને તેને નગરપાલિકાના ટ્રેક્ટર દ્વારા નગરપાલિકાની ડમ્પીંગ સાઈડ ઉપર ખાલી કરવા‌ મોકલી દેવામાં આવ્યું હતું જેના પગલે ગ્રામજનો એકત્ર થઈ ગયા હતા અને આ ટ્રેક્ટર ખાલી કરવા દીધું ન હતું જાહેર આરોગ્યને નુકસાન કરતા મેડિકલ વેસ્ટ ને જાહેરમાં ઠલાવવામાં આવતા લોકોમાં આક્રોશ જોવા મળતો હતો અને તેઓએ નગરપાલિકા તંત્રના ઉચ્ચ અધિકારીઓને ફોન કરીને બનાવની જાણકારી આપી હતી તેમ છતાં નગરપાલિકા તંત્ર દ્વારા કોઇ જ કાર્યવાહી કરવામાં આવી નથી તેવી જ રીતે ગ્રામજનોના જણાવ્યા અનુસાર તેઓએ હોસ્પિટલના ટ્રસ્ટીઓને પણ ફોન કર્યા હતા ત્યારે હોસ્પિટલના સત્તાવાળાઓ અને ટ્રસ્ટીઓ દ્વારા હોસ્પિટલનો મેડિકલ વેસ્ટ આમ જ ખાલી થશે તમારે થાય તે કરી લેજો તેવી ગ્રામજનોને ધમકી આપી હોવાના આક્ષેપો ગ્રામજનો એ કર્યા હતા.

આ બનાવને પગલે ઘટના સ્થળે પોલીસ દોડી આવી હતી અને મેડિકલ વેસ્ટ ભરેલા ટ્રેક્ટરને ડમ્પિંગ સાઇડ ઉપર ખાલી કરવા દીધું ન હતું અને ટ્રેક્ટરને પરત હોસ્પિટલમાં મોકલી આપવામાં આવ્યું હતું અને હોસ્પિટલનો આ કચરો ખાલી કરવામાં આવ્યો હતો જાહેર આરોગ્યને નુકસાન કરતા આ મેડિકલ વેસ્ટ ને જાહેરમાં ઠલવવાની પ્રક્રિયાને પગલે લોકોમાં હોસ્પિટલના સત્તાવાળાઓ પ્રત્યે ભારોભાર આક્રોશ સાથે રોષની લાગણી જોવા મળી રહી છે અને જાહેર આરોગ્ય સાથે ચેડા કરવાના આ પ્રયત્નને પગલે હોસ્પિટલના સત્તાવાળાઓ સામે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા કાર્યવાહી કરવામાં આવે તેવી ગ્રામજનો દ્વારા માગણી કરવામાં આવી છે.

ગ્રામજનોએ આક્રોશભેર હોસ્પિટલના ટ્રસ્ટીઓને જણાવ્યું હતું કે અહીં માનવ વસવાટ કરે છે ઢોરો વસવાટ કરતા નથી અહીં મેડિકલ નો કચરો જાહેર આરોગ્યને નુકસાન થાય છે તે ખાલી કરી શકાય નહીં તેમ છતાં ટ્રસ્ટીઓએ કોઈ જવાબદારી લેવાનો ઇન્કાર કર્યો હતો અને ચાલતી પકડી હતી હોસ્પિટલના ટ્રસ્ટીઓ અને સત્તાવાળાઓની નફ્ટાઈથી ગ્રામજનોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે અને આ લોકો સામે કાર્યવાહી કરવામાં આવી તેવી માંગણી કરવામાં આવી રહી છે.

અન્ય સમાચારો પણ છે...