તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સેવા:કલોલના કપિલેશ્વર મંદિરમાં કોરોના તથા અન્ય દર્દીઓ માટે મફત ભોજન વ્યવસ્થા

કલોલ11 દિવસ પહેલા
 • કૉપી લિંક
કલોલના કપિલેશ્વર મંદિરમાં કોરોના તથા અન્ય દર્દીઓ માટે મફત ભોજન વ્યવસ્થા કરવામાં આવતા પ્રશંસા થઈ રહી છે. - Divya Bhaskar
કલોલના કપિલેશ્વર મંદિરમાં કોરોના તથા અન્ય દર્દીઓ માટે મફત ભોજન વ્યવસ્થા કરવામાં આવતા પ્રશંસા થઈ રહી છે.
 • 5 દિવસના લોકડાઉનના કારણે શહેરની હોટલો બંધ રહેતા
 • ગત વર્ષના લોકડાઉનમાં પણ આ મંદિર દ્વારા દરરોજ 2,200 ગરીબ લોકોને વિનામૂલ્યે ભોજન અપાયુ હતુ
 • સેવાકીય કામગીરીની થઈ રહેલી પ્રશંસા

કોરોના સંક્રમણની ચેન તોડવા નગરમાં પાંચ દિવસનું લોકડાઉન ચાલે છે. સ્વૈચ્છિક બંધનું વેપારીઓ દ્વારા ચુસ્ત પાલન કરાતા રસ્તાઓ સૂમસામ બન્યા છે. આ બંધમાં હોટલો પણ બંધ રહેતા કોરોનાના દર્દીઓના સગા તેમજ અન્ય બીમારીથી દાખલ દર્દીઓ માટે ભારે મુશ્કેલી ઊભી થઈ છે.તેમના માટે કપિલેશ્વર મંદિરમાં મફત ભોજનની વ્યવસ્થા કરવામાં આવી છે. શહેરમાં આવી રીતે કપિલેશ્વર મંદિર તરફથી વિનામૂલ્યે ભોજનની સેવા શરૂ કરવામાં આવતા લોકો દ્વારા તેની પ્રશંસા થઈ રહી છે.

લોકડાઉનના કારણે કલોલ તાલુકાના આસપાસના ગામો સહિત દૂર દૂરથી આવેલાકોરોના તેમજ અન્ય બીમારીના દર્દીઓ તથા તેમના સગાઓને જમવા માટે તકલીફ પડતી હોય છે. ત્યારે કલોલના પ્રાચિન મંદિર સંચાલિત શ્રી પૂર્ણાનંદ ભોજનાલય દ્વારા રાહત દરે ભોજનની સેવા અપાઈ રહી છે. શહેરમાં હાલ પાંચ દિવસનું લોકડાઉન ચાલુ છે ત્યારે અને તેમાં પણ દવાખાનામાં સારવાર લઈ રહેલ દર્દીઓ સાધુ-સંતો તેમજ ગરીબ લોકોને હાલમાં મફત ભોજન આપવામાં આવી રહ્યું છે.

ગત વખતના લોકડાઉનમાં જ્યારે આર્થિક ગરીબ લોકો પાસે ભોજનની કોઈ વ્યવસ્થા ન હતી ત્યારે પણ કપિલેશ્વર મંદિર દ્વારા રોજના 2,200 વ્યક્તિઓ માટે મફત ભોજનયજ્ઞ ચલાવવામાં આવ્યું હતું. કલોલમાં પાંચ દિવસના લોકડાઉનના કારણે હાલમાં શહેરની હોટલો પણ બંધ રહેતા કોરોનાના દર્દીઓના સગા તેમજ અન્ય બીમારીથી દાખલ દર્દીઓ માટે ભારે મુશ્કેલી ઊભી થઈ છે.

તેમના માટે કપિલેશ્વર મંદિરે મફત ભોજનની વ્યવસ્થા કરવામાં આવી છે.જેની અનેક લોકો દ્વારા પ્રશંસા થઈ રહી છે.આ મંદિર તરફથી વર્ષ દરમિયાન અવારનવાર વિવિધ સેવાકીય પ્રવૃતિ પણ કરવામા આવે છે જેના કારણે લોકોમાં આસ્થા વધી રહી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

  વધુ વાંચો