કલોલ કોર્ટ કમ્પાઉન્ડમાં હથિયાર સાથે ધસી આવેલા શહેર પોલીસે ઝડપી લીધી હતી અને ચાર હથિયારધારી શખ્સો સામે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી હતી. આ બનાવથી કોર્ટમાં ચકચાર મચી ગઇ હતી. બનાવની વિગતો એવી છે કે કેસની મુદ્દત હોવાથી સંજય નામનો આરોપી કલોલ કોર્ટમાં સવારે આવ્યો હતો. ત્યારે અમદાવાદથી આવવા નિકળેલા વકીલે કહ્યું હતું કે તમે દરવાજે ઉભા રહો હું રસ્તામાં છુ અને આવી રહ્યો છુ. જેથી સંજય ત્યાં ઉભો રહી વકીલની રાહ જોતો હતો. તે દરમિયાન રિક્ષામાં ધસી આવેલા ચાર શખ્સો કોર્ટમાં આવી નીચે ઉતર્યા હતાં અને એક શખ્સે સંજયને ધમકી આપી હતી કે તે જે કેસ કર્યો છે તેમાં સમાધાન કરી દેજે નહીંતર તને જાનથી મારી નાખીશું. તેમ અપશબ્દો બોલવા લાગ્યા હતા.
જેથી સંજયે અપશબ્દો બોલવાની ના કહેતા ચારે શખ્સો ભેગા થઈ સંજયને માર મારવા લાગ્યા હતા. જેથી સંજયે બૂમાબૂમ કરતા લોકો ભેગા થઈ ગયા હતાં. તે સમયે સંજયના ભાઈ મહેશભાઈ આવી જતા તેમણે સંજયને મારમાંથી છોડાવ્યા હતાં. ત્યારે લાગ મળશે ત્યારે પતાવી દેવાની ધમકી આપી હતી. જેથી સંજયે ફોનથી જાણ કરતા કોર્ટ કંમાપઉન્ડમાં આવેલી કલોલ શહેર પોલીસે ચાર શખ્સોને ચપ્પુ જેવા હથિયારો સાથે ઝડપી લીધા હતાં અને ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.