સર્વશ્રેષ્ઠ શિક્ષકોનો એવોર્ડ એનાયત:ગૃહ મંત્રીના વરદ હસ્તે કલોલના ચાર શિક્ષકોને પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા

કલોલ20 દિવસ પહેલા

ગાંધીનગર જિલ્લામાંથી સાત શિક્ષકોને સર્વશ્રેષ્ઠ શિક્ષકોનો એવોર્ડ એનાયત કરવામાં આવ્યો જેમાં કલોલ સીટી તેમજ કલોલ તાલુકાના ચાર શિક્ષકોને પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા છે. ગુજરાત રાજ્યના ગૃહ મંત્રી હર્ષ સંઘવીના વરદ હસ્તે શૈક્ષણિક વિભાગના સર્વશ્રેષ્ઠ શિક્ષકોને પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો. જેમાં જિલ્લા કલેકટર, તેમજ ભાજપ સંગઠનના જિલ્લા પ્રમુખ, તેમજ શિક્ષણ વિભાગના અધિકારીઓ તથા મોટી સંખ્યામાં મહાનુભાવો હાજર રહ્યા હતા.

કલોલ સેઠ કેજીએમ ગર્લ્સ હાઇસ્કુલના જેઠવા મિતેશકુમાર બાબુલાલ જેવો ઉચ્ચતર માધ્યમિકના શિક્ષક તરીકે ફરજ બજાવે છે. તેમને સરકાર દ્વારા રૂ.15000 રોકડ ચેક તેમજ પુરસ્કાર તથા શ્રેષ્ઠ શિક્ષકનું પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.કલોલ તાલુકાના સાંતેજ પ્રાથમિક શાળામાં મુખ્ય શિક્ષક તરીકે ફરજ બજાવતા પ્રજાપતિ શ્વેતલબેન અમૃતલાલને પણ સરકાર દ્વારા રૂ.15000 રોકડ તેમજ પુરસ્કાર તથા શ્રેષ્ઠ શિક્ષકનું પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.

કલોલ તાલુકાની આરસોડિયા પ્રાથમિક શાળામાં પ્રાથમિક શિક્ષક તરીકે ફરજ બજાવતા પટેલ વિનોદકુમાર ભગવાનભાઈનું પણ સરકાર દ્વારા રૂ.5000 રૂપિયા રોકડ તેમજ પુરસ્કાર તથા શ્રેષ્ઠ શિક્ષક તરીકેનું પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. કલોલ તાલુકાના ડીંગુચા પ્રાથમિક શાળામાં પ્રાથમિક શિક્ષક તરીકે ફરજ બચાવતા પ્રજાપતિ જિજ્ઞાસાબેન હરીવદનને પણ સરકાર દ્વારા રૂ.5000 રૂપિયા રોકડ તેમજ પુરસ્કાર અને શ્રેષ્ઠ શિક્ષકના પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.

ઉલ્લેખનીય છે કે ગાંધીનગર જિલ્લામાંથી સાત જેટલા શિક્ષકોને પુરસ્કાર તેમજ રોકડ રકમ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. જિલ્લાના 7 શિક્ષકોમાંથી 4 શિક્ષકો કલોલ શહેર તેમજ તાલુકાના હતા.

અન્ય સમાચારો પણ છે...