શ્રાવણ માસની શરૂઆત સાથે જ કલોલ તાલુકાનાં ગ્રામ્ય વિસ્તારોમાં જુગારનાં અડ્ડાઓ તથા હાટડીઓ ખુલવા લાગી છે. ત્યારે કલોલ તાલુકા પોલીસની ટીમે ખોરજડાભી ગામે બાતમીનાં આધારે ગામનાં પૂર્વ સરપંચનાં ઘરે જ દરોડો પાડીને તેમનાં સહિતનાં 16 જુગારીઓને પકડી લીધા હતા.
કલોલ તાલુકા પોલીસ સ્ટેશનથી પ્રાપ્ત વિગતોનુંસાર એ.હે.કો. મહેન્દ્રભાઇ સ્ટાફનાં જવાન જયકિશનસિંહ સાથે પેટ્રોલીંગમાં હતા. ત્યારે ખોરજડાભી ગામે ગિરીશસિંહ ઉર્ફે સરપંચ રામાજી ડાભી પોતાનાં ઘરે બહારથી માણસોને બોલાવીને જુગાર રમાડતો હોવાની બાતમી મળતા પીએસઆઇ ડી.બી.ગઢવીને જાણ કરતા ટીમે ત્યાં પહોચી જઇને આ ઘરને કોર્ડન કરીને દરોડો પાડ્યો હતો. જેમાં મકાનનાં ઉપરનાં રૂમમાં જુગાર રમતા-રમાડતા 16 શખ્સો ઝડપાઇ ગયા હતા. પોલીસને આરોપીની અંગઝડતી તથા દાવ પરથી રૂ.72,910ની રોકડ મળી હતી. જયારે મોબાઇલો મળીને કુલ રૂ. 7,17,410નો મુદામાલ કબજે કર્યો હતો.
દરોડામાં ઝડપાયેલા આરોપીઓની યાદી
1. ગિરીશસિંહ ઉર્ફે સરપંચ રામાજી ડાભી (રહે. ખોરજડાભી)
2. રામાભાઇ કેશાભાઇ રાવળ (રહે. નારદીપુર)
3. ભાવેશસિંહ ઇશ્વરસિંહ ડાભી (રહે. ખારજડાભી)
4. ચીરાગકુમાર પ્રહલાદ ચાવડા (રહે. વાડાસમા, મહેસાણા)
5. નાસીરખાન અલુખાન પઠાણ (રહે. ખોરજ ડાભી)
6. ભરતકુમાર રામપ્રસાદ માળી (રહે. ડાંગરવા, કડી, મહેસાણા)
7. અજયકુમાર શંભુજી દંતાણી (રહે. ડાંગરવા, કડી, મહેસાણા)
8. દશરથજી બલાજી ઠાકોર (રહે. ખોરજડાભી)
9. ભુપેન્દ્રસિંહ ભીખાજી ડાભી (રહે. ખોરજ ડાભી)
10. રાજેન્દ્રકુમાર રામસ્વરૂપ ડાભી (રહે -ડાંગરવા)
11 વનરાજસિંહ વિક્રમસિંહ ચાવડા (રહે. વેડા, કલોલ)
12 રાજુજી કિશોરજી વાઘેલા (રહે. ખોરજ ડાભી)
13 રણજીતસિંહ ભુપતસિંહ ડાભી (રહે. ખોરજડાભી)
14 શૈલેષ જીવાભાઇ રાવળ (રહે. ખોરજડાભી)
15 કરશનજી કચરાજી ઠાકોર (રહે. ખોરજડાભી)
16 ભરતજી ચંદુજી ઠાકોર (રહે. નારદીપુર)
પ્લાસ્ટિકના કોઇન મળતા કાયમી ચાલતુ હોવાની શકયતા
પોલીસને આ રેઇડ દરમિયાન રોકડ રકમ ઉપરાંત પ્લાસ્ટીકનાં 191 જેટલા કોઇન પણ મળ્યા છે. જેના પરથી કાયમી ધોરણે જુગાર રમાડાતો હોવાની શક્યતા સેવાઇ રહી છે. ગિરીશસિંહ પહેલા પણ જુગારનાં ગુનામાં પોલીસ ચોપડે ચડી ચૂક્યા છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.