દિલ્હીમાં થોડા દિવસો પૂર્વે 9 વર્ષની દલિત સમાજની દિકરી પર દૂષ્કર્મ આચરવાની તથા પોલીસ પ્રશાસન દ્વારા તેણીનાં પરિવારને જાણ કર્યા વગર જ લાશ બાળી દેવાની ઘટનાને મુદ્દે ગુજરાત સફાઇ કામદાર મહામંડળે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી ગુનેગારોને ફાંસીની સજા આપવા માંગ કરી છે. દિલ્હીમાં નિર્ભયાકાંડ બાદ સંસદે પણ દિકરીઓનાં રક્ષણ માટે કડક કાયદો પસાર કર્યો હતો અને પોલીસે પણ સમગ્ર મામલાને સંવેદનશીલતાથી લીધો હતો. પરંતુ ત્યારબાદ પણ આ પ્રકારનાં બનાવો સતત બનતા રહ્યા છે.
થોડા દિવસો પુર્વે 9 વર્ષની બાળા સાથે અઘટીત ઘટના બન્યા બાદ દિલ્હી પોલીસ દ્વારા તેનાં અંતિમ સંસ્કાર પણ કરી નાંખવામાં આવ્યા હતા. આ બનાવની પરીવારને જાણ થયા બાદ સમગ્ર મામલો સામે આવતા ફરી દેશભરમાં રોષ જોવા મળ્યો છે.
દરમિયાન વધુ એક બાળા સાથે અઘટિત કૃત્યનાં સમાચાર આવી રહ્યા છે. ગુજરાતમાં પણ આ ઘટનાને લઇને ભારે રોષ જોવા મળી રહ્યો છે.ગુનેગારોને તથા ગુનો છુપાવનારાઓને આરોપી ગણીને ત્તાત્કાલીક આકરી સજા કરવાની માંગ સાથે ગુજરાત કામદાર મહામંડળ દ્વારા કલેકટરને આવેદન આપવામાં આવ્યુ હતુ. જેમાં કલોલ સહિતનાં તાલુકામાંથી હોદેદારો જોડાયા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.