તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આપઘાત:કલોલમાં વ્યાજખોરોનાં ત્રાસથી કંટાળીને ફેબ્રિકેશનનાં વેપારીએ દવા પી લીધી

કલોલ19 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • હળવદ ,વામજની વ્યક્તિ પાસેથી 3 લાખ અને 1.70 લાખ વ્યાજે લીધા હતા
  • બ્રિજનાં છેડે ઝેરી દવા પીને પરિવારને ફોન કર્યો, હળવદ સરકારી દવાખાનામાં મોત

કલોલની પંચવટી સોસાયટીમાં રહેતા આશાબેન પ્રતિકભાઇ પિત્રોડાએ કલોલ શહેર પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરીયાદ પ્રમાણે એકાદ માસ પહેલા સુરેન્દ્રનગરનાં હળવદથી કલોલ પરીવાર સાથે રહેવા આવ્યા હતા.

તેમનાં પતિ પ્રતિકભાઇ બાબુભાઇ પિત્રોડા ફેબ્રીકેશનનાં વ્યવસાય સાથે સંકળાયેલા હતા. કારખાનું બંધ થતા હળવદની રઘુનંદન સોસાયટીમાં રહેતા જીતુભાઇ પટેલ પાસેથી એકાદ વર્ષ પહેલા રૂ. 3 લાખ કટકે કટકે 8 ટકાનાં વ્યાજદરે લીધા હતા. જે ઉપરાંત વામજનાં રહેવાસી સુરેશભાઇ મફતભાઇ પટેલ પાસેથી પણ રૂ. 1.70 લાખ 3 વર્ષ પહેલા 10 ટકાનાં વ્યાજે લીધા હતા. અવારનવાર ઉઘરાણીથી ત્રાસીને તા.1 સપ્ટેમ્બરે પ્રતિકભાઇએ સાંજે દિકરીનાં ફોન પર કોલ કરીને આશાબેનને કહ્યુ હતું કે તારે મને જોવો હોય તો બહાર પુલનાં છેડે આવી જા. આશાબહેન ત્યાં પહોંચ્યા ત્યારે પ્રતિકભાઈ દવા પીધેલી હાલતમાં મળ્યા હતા.

હોસ્પિટલને બદલે મંદિરે લઇ ગયા
પ્રતિકભાઇએ દવા પીધા બાદ ઉલ્ટીઓ કરતા હતા. ત્યારે પરીવારજનો દવાખાને લઇ જવાને બદલે ભાઇને ઘરે કડી લઇ ગયા હતા. ત્યાંથી પણ દવાખાને લઇ જવાને બદલે પ્રતિકભાઇનાં મોટાભાઇ સહિતનાં લોકો તેમને વાંકાનેરનાં પલાસમાં આવેલા મંદિરે લઇ ગયા હતા. અને પાણી પાઇને ઉલ્ટી કરાવી હતી. અને ઘરે આવી ગયા હતા.

અન્ય સમાચારો પણ છે...