તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ચૂંટણી:ભાજપના 60 વર્ષની ઉપરના 28 ઉમેદવારો ની ટીકીટ ના સપનાને ગ્રહણ

કલોલ23 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • કલોલ પાલિકા, તા.પં તેમજ જી.પં માં ઉમેદવારી કરનાર

કલોલ શહેર નગરપાલિકા તેમજ તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણી યોજાનાર છે. તેવામાં પ્રદેશ પ્રમુખ દ્વારા 60 વર્ષની ઉપરના તેમજ ત્રણ ટર્મ જીતેલા ઉમેદવારને ટિકિટ નહીં આપવાની વાત કરતાં રાજકારણમાં ચકચાર મચવા પામી છે.ચૂંટણી પંચ દ્વારા રાજ્યની વિવિધ ચૂટણીની જાહેરાત કરતા રાજકીય પક્ષોમાં ચૂંટણીમાં પોતાના ઉમેદવારો ઉતારવાની પ્રક્રિયા હાથ ધરાઈ છે. જેમાં જિલ્લાના કલોલ શહેરમાં નગરપાલિકા ના 11 વોર્ડમાં 44 બેઠકો પર 22 પુરુષ તેમજ 22 મહિલાઓ તેમજ જિલ્લા પંચાયત ની 6 બેઠક અને તાલુકા પંચાયતની 26 બેઠકો પર ચૂંટણીમાં પક્ષો દ્વારા પોતાના ઉમેદવારો મેદાનમાં ઉતારવામાં આવશે.

જેને પગલે ભાજપમાંથી ટિકિટ મેળવવા માટે પક્ષના નેતાઓ તેમજ કાર્યકર્તાઓ દ્વારા માંગણી કરાઈ છે. જેમાં પાલિકાની 44 સિટ માટે 236 તેમજ જિ.પં ની 6 સીટો માટે 19 અને તા.પં ની 26 બેઠકો માટે 80 લોકોએ ટિકિટની માગ કરી હતી. પ્રદેશ પ્રમુખ સી.આર પાટીલ દ્વારા 60 વર્ષની ઉપરના તેમજ ત્રણ ટર્મ લડેલા ઉમેદવારોને ટિકિટ ન ફાળવવાની જાહેરાત કરી છે. આ નિર્ણય પ્રમાણે ટિકિટોનું વિતરણ કરાય તો 60 વર્ષની ઉપરના પગલે નગરપાલિકા માંથી 26 તેમજ જિલ્લા પંચાયત સીટ ના 2 દાવેદારોનું ચુંટણી લડવાનું સપનુ રોંદાશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...

  વધુ વાંચો