તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સાઇલેન્સર ચોરી:કલોલમાં ઇકોનું સાઇલેન્સર ચોરી ડુપ્લિકેટ લગાવી દીધું

કલોલ25 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મેમણ કોલોનીમાં રહેતા શખસની ઇકોનું સાઇલેન્સર ચોરાયાની ફરિયાદ

કલોલમાં ઇકોનું સાઇલેન્સર ચોરી ડુપ્લિકેટ લગાવી જતા ફરિયાદ નોંધાતા પોલીસે તે અંગે તપાસ હાથ ધરી છે.

કલોલ સેન્ટ ઝેવિયર્સ સ્કૂલની સામે આવેલ મેમણ કોલોની સોસાયટીમાં રહેતા બશીરઅહેમદ મોહમ્મદહુસેન પીંઢારા કડી-છત્રાલ રોડ પર તાજ એન્જિનિયરસ નામની કંપની ચલાવી પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે. તેમણે કલોલ શહેર પોલીસ મથકે નોંધાવેલી ફરિયાદ પ્રમાણે તેઓ કંપનીના કામકાજ માટે પોતાની ઇકો કારનો વપરાશ કરે છે. ગત તા.16 ઓગષ્ટના રોજ તેઓ પોતાની કારના દરવાજાના હેન્ડલ તથા ઇન્ડીકેટર લાઇટનું રીપેરીંગ કામ કરાવવા કલોલ હાઇવે પર આવેલ નંદા ઓટો મોબાઇલ્સ ખાતે ગયા હતા.

ત્યાં ગાડીના રીપેરીંગ બાદ શોરૂમ ના ફોરમેન તેમને ઇકો કારનું સાઇલેન્સર ચેક કરાવવા જણાવ્યું હતું. તેમને સામાજિક કામે સિદ્ધપુર ખાતે જવાનું હોય તેમણે તે વખતે સાઇલેન્સર ચેક કરાવ્યું ન હતું. 23 ઓગસ્ટે તેમણે ફરી હાઈવે પર ઓટો મોબાઇલ્સના શો-રૂમ પર કારનું સાઇલેન્સર ચેક કરાવતા તે કંપનીનું ન હતું. જેથી તેમણે આ અંગે કલોલ શહેર પોલીસમાં કારનું રૂ.30,000ની કિ.નું સાઇલેન્સર કોઈ ચોરી તેના બદલામાં ડુપ્લિકેટ નાખી જવા અંગે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...