કલોલ પોલીસની અનોખી પહેલ:અંબિકા ચોકીમાં ઈ- એફ.આઈ.આરના પોસ્ટરો લગાવી જનતાને જાગૃત કરવામાં આવી ​​​​​​​

કલોલ24 દિવસ પહેલા

દેશના ગૃહ મંત્રી અને ગાંધીનગર સીટના સાંસદ અમિતભાઈ શાહના વરદ હસ્તે તારીખ 23-07-2022 શનિવારે સવારે 11:00 વાગે ટી એફઆઇઆરનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. જેમાં ઇ- એફ.આઈ.આરમાં ઘણી બધી ગુનાહિત પ્રવૃત્તિની અરજીઓ કરવા માટે આપ ઘરેથી માત્ર એક એપ્લિકેશનથી ઓનલાઇન એફ.આઇ.આર કરી શકાય.

ઓનલાઈન ગમે ત્યાંથી કોઈપણ ગુનાની ફરિયાદ દાખલ કરી શકો છો
ગુજરાતની પ્રજાલક્ષી સેવા આધુનિક, ઝડપી, અને પારદર્શક બને તે માટે કલોલના ડી.વાય.એસ.પી પી.ડી.મનવર અને કલોલ સીટી પોલીસ ઇન્સ્પેક્ટર ઉન્નતી. એસ. પટેલના માર્ગદર્શન હેઠળ કલોલ અંબિકા ચોકીમાં ઈ- એફ.આઈ.આરના લોકરપણના પોસ્ટરો લગાવી કલોલની જનતાને જાગૃત કરવામાં આવી હતી. તથા ઇ એફ.આઈ.આર કેવી રીતે કરવી તેની જાણકારી પણ આપવામાં આવી હતી. ઇ-એફ.આઇ.આર સિસ્ટમમાં આપ ઓનલાઈન ગમે ત્યાંથી કોઈપણ ગુનાની ફરિયાદ દાખલ કરી શકો છો માત્ર એક એપ્લિકેશન એક થી. પોલીસ સ્ટેશનના ધક્કા જનતાને હવે ખાવા નહીં પડે.

ગુનાઓનું હેન્ડલિંગ ત્રિનેત્ર દ્વારા ગાંધીનગરથી થશે
​​​​​​​
સાથે સાથે ત્રીનેત્રની સેવા પણ લોન્ચ કરવામાં આવી છે. જેનાથી ઘણા ખરા એવા ગુના જે સીસીટીવીના આધારે પકડાય છે તેવા ગુનાઓનું હેન્ડલિંગ ત્રિનેત્ર દ્વારા ગાંધીનગરથી થશે. હવે કલોલ પોલીસ પાસે પણ બોડી કેમેરા સિસ્ટમ સરકાર તરફથી આપવામાં આવી છે. જેનાથી કલોલ પોલીસ જ્યાં જરૂર જણાય ત્યાં વિડિયો પુરાવા પણ બનાવી શકશે. એન્ટી વુમન ટ્રાફિક યુનિટની પણ રચના કરવામાં આવી છે. જેમાં સ્ત્રીઓને લગતા છેડતી, પીછો કરવો, હેરાન પરેશાન કરવી પ્રકારના ગુનાઓ આવરી લેવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...