ઝઘડો:ઝઘડો થતાં 6 બોટલ દારૂ મૂકી 2 શખસ ફરાર

કલોલ2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

વડસર ચોકડી પાસે રસ્તો ક્રોસ કરતા દુકાનદારને બાઇક પર આવેલા બે શખસ સાથે ઝઘડો થયા બાદ તેમની પાસે દારૂ હોવાની જાણ થતા બંને બાઇક તથા દારૂ મુકીને ફરાર થયાની ફરીયાદ સાંતેજ પોલીસે નોંધી છે.સાંતેજમાં અંબાજી પરામાં રહેતા ચેહરાજી બોથાજી ઠાકોર ગત શુક્રવારે રાત્રે વડસર ચોકડી પાસે આવેલી પોતાની દૂકાન બંધ કરીને રોડ ક્રોસ કરી રહ્યા હતા ત્યારે એક બાઇક પર બે શખ્સો આવ્યા હતા અને પોતાને બાઇક અથડાતા થોડુ જ રહી જતા ચેહરાજી તથા આ શખ્સો વચ્ચે બોલાચાલી થઇ હતી. દરમિયાન બાઇક પરથી થેલી નીચે પડી જતા તેમાં દારૂની બોટલો હતી. બંને દારૂની બોટલો તથા બાઇક મુકીને જતા રહ્યા હતા. ચેહરાજીએ પોલીસને જાણ કરતા પોલીસે દારૂની 6 બોટલો તથા બાઇક કબજે કરીને બંને સામે ગુનો દાખલ કર્યો છે.

અન્ય સમાચારો પણ છે...