તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નિર્ણય:ડો. આંબેડકર ઓપન યુનિવર્સીટીની પરીક્ષાઓ કલોલ કોલેજમાં લેવાશે

કલોલ10 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • માસ્ક વગર કેમ્પસમાં પ્રવેશ મળશે નહીં

ડો.બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સીટીની સ્નાતક, અનુસ્નાતકના છેલ્લા વર્ષોની પરીક્ષાઓ કલોલ વખારીયા કેમ્સમાં આવેલી શ્રી પી.એચ.જી. મ્યુનિ.આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજમાં લેવાશે. તા.17 સપ્ટેમ્બરથી યુનિ.ની બી.એ, બી.કોમ, એમ.એ વગેરેના છેલ્લા વર્ષની મુખ્ય લેખિત પરીક્ષાઓ લેવાશે. આ માટેની હોલ ટીકીટ, ટાઈમ ટેબલ પરીક્ષા સેન્ટર અને જરૂરી માહિતી યુનિ.ની વેબસાઈટ પર મૂકી દેવાઈ છે. કોરોના જેવી વૈશ્વિક મહામારીને ધ્યાનમાં રાખી દરેકે જરૂરી માસ્ક અને સોશ્યલ ડિસ્ટન્સ ફરજીયાત જાળવવાનું રહેશે. માસ્ક વગરના વિદ્યાર્થીઓને કેમ્પસમાં પ્રવેશ મળશે નહીં.

પરીક્ષાઓ સવારે 9 વાગ્યાથી સાંજે 5 વાગ્યા સુધી ટાઈમ ટેબલ મુજબ 2 કલાકના અલગ- અલગ 3 સેશનમાં યુનિ.ના નિયમોનું ચુસ્તપણે પાલન કરીને લેવાશે. એમ કેન્દ્રના કો ઓર્ડીનેટર ડો.એચ.કે સોલંકીએ જણાવ્યું છે. નોંધનીય છે કે, તા.17 સપ્ટેમ્બરથી યુનિ.ની બી.એ, બી.કોમ, એમ.એ વગેરેના છેલ્લા વર્ષની મુખ્ય લેખિત પરીક્ષાઓ લેવામાં આ‌વશે. તેમજ આ બાબતે સરકાર દ્વારા આપવામાં આવેલી ગાઈડલાઈનનું ચુસ્તપણે પાલન કરવામાં આવશે. અને તે મુજબ જ આયોજન કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...