તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અપીલ:અતિ જરૂરી કામ ન હોય ત્યાં સુધી ઘરમાંથી બહાર ન નીકળો, પ્રમુખ

કલોલ10 દિવસ પહેલા
 • કૉપી લિંક
કલોલમાં 5 દિવસના લોકડાઉનના કારણે શહેરમાં હાલ દુકાનો અને બજારો બંધ હોવા છતાં અમુક લોકો બહાર ફરી રહ્યા છે. - Divya Bhaskar
કલોલમાં 5 દિવસના લોકડાઉનના કારણે શહેરમાં હાલ દુકાનો અને બજારો બંધ હોવા છતાં અમુક લોકો બહાર ફરી રહ્યા છે.
 • કલોલની તમામ દુકાનો બંધ છતા અમુક લોકો ફરતા જોવા મળ્યા
 • સોશિયલ મીડિયા બન્યું શ્રદ્ધાંજલિ મીડિયા, ‘નગરવાસીઓ હવે તો ચેતી જાઓ’ની કરવામાં આવી રહેલી ખાસ અપીલ

કલોલમાં વેપારીઓ પોતાના રોજગાર બંધ રાખી કોરોનાના સંક્રમણ અટકાવવા પ્રયાસ કરી રહ્યા છે. તેવા સમયમાં અમુક લોકો હજુ બહાર ફરી રહ્યા છે ત્યારે પાલિકાના પ્રમુખ ઉર્વશીબેન પટેલ દ્વારા અત્યંત જરૂરી કામ ન હોય ત્યાં સુધી ઘરમાંથી બહાર ન નીકળવા લોકોને અપીલ કરાઈ છે.

કોરોનાની બીજી લહેરની તીવ્રતાએ હૃદયને હચમચાવી મૂકયા છે. વયોવૃદ્ધો સાથે હવે યુવાન લોકો પણ આ વાયરસ સામે જિંદગીનો જંગ હારી ગયા છે. જ્યારે સોશિયલ મીડિયાની વાત કરીએ તો પહેલા લોકો પોતાના જીવનમાં મેળવેલી પ્રસિદ્ધિઓ તેમજ પરીવાર કે મિત્રો સાથે માણેલી સુંદર પોસ્ટ મૂકતા હતા. અને શુભેચ્છાઓથી સોશિયલ મીડિયા છલકાયું રહેતું હતું. પણ હાલના તબક્કે સોશિયલ મીડિયા જાણે શ્રદ્ધાંજલિ મીડિયા થઈ ગયું હોય તેમ મોટાભાગની પોસ્ટો પોતાના પરિવારજનો કે સગા સંબંધી અથવા મિત્ર લોકોની શ્રદ્ધાંજલિ જોવા મળે છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

  વધુ વાંચો