તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગ્રામજનોમાં હર્ષની લાગણી:જિલ્લા પંચાયતના પલિયડના સભ્યે સ્વખર્ચે વેડાનું 12.73 લાખનું લાઈટબીલ ભર્યું

કલોલ18 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • પલિયડ ગોવિંદપુરા નવા સહિતના ગામોમાં ગટર તેમજ સ્ટ્રીટલાઈટનું કામ કરાયું
 • સ્વખર્ચે સ્ટ્રીટલાઇટો નખાવતા ગ્રામજનોમાં આનંદની લાગણી ફેલાઈ ગટરની સમસ્યા હલ થતાં ગામમાં ગંદકીની સમસ્યા હલ થવાની આશા

જિલ્લા પંચાયતની પલિયડ સીટના સભ્ય દ્વારા સ્વખર્ચે ગટર અને સ્ટ્રીટલાઇટોનું કામ કરાતા ગ્રામજનોમાં હર્ષની લાગણી ફેલાઈ છે. જેમાં પડતર પ્રશ્નોની હાલાકી દૂર કરાઈ છે. પલીયડ તેમજ હિંમતપુરા વેડા ગામમાં કોરોના પોઝિટિવ કેસ આવતા ગ્રામજનોમાં ફફડાટ ફેલાતા અનિલભાઈ દ્વારા બંને ગામોમાં સ્વખર્ચે સેનેટાઈઝર કરવાની પ્રક્રિયા હાથ ધરાઈ હતી.

પલીયડ સીટ પર ભાજપના અનિલભાઈ પટેલનો વિજય થયો હતો. પોતાના પર ગ્રામજનોએ વિશ્વાસ મૂક્યો હતો તેને સાર્થક કરવા પલિયડ સીટમાં આવતા ગામોમાં ગટર પાણી તેમજ સ્ટ્રીટલાઈટના કામો કરાવતા લોકોમાં ખુશી ફેલાઈ છે. પલિયડ, વેડ, ગોલથરા, ગોવિંદપુરા નવા, હિંમતપુરા વેડાની ગટર ચોકઅપની સમસ્યા હતી જેને અનિલભાઈએ સ્વખર્ચે જેટીંગ મશીન બોલાવી સફાઇ કરાવી હતી.વેડામાં સ્ટ્રીટલાઈટનું 12.73 લાખનું લાઇટ બિલ બાકી હતું તે સ્વખર્ચે ભર્યું હતું. તેમજ વેડા સહિત પલીયડ, ગોલથરા, હિંમતપુરા વેડા, ગોવિંદપુરા નવા ગામોમાં એલ.ઈ.ડી સ્ટ્રીટલાઈટ લગાવી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

  વધુ વાંચો