આયુષ મેળો:કલોલ ખાતે 7મી જાન્યુઆરીએ જિલ્લા કક્ષાનો આયુષ મેળો યોજાશે, ભારતમાતા ટાઉનહોલમાં આયુર્વેદિક કેમ્પ યોજાશે

કલોલએક મહિનો પહેલા
  • કૉપી લિંક

આયુર્વેદ શાખા ગાંધીનગર જિલ્લા પંચાયત, સ્ટેટ મોડેલ આયુર્વેદ કોલેજ અને હોસ્પિટલ કોલવડા તથા સરકારી આયુર્વેદ હોસ્પિટલ સે.22 અને અન્ય સહભાગી સંસ્થાઓના સંયુક્ત ઉપક્રમે તા.7મી જાન્યુઆરીના રોજ જિલ્લા કક્ષાના આયુષ મેળાનું આયોજન કલોલના ભારત માતા ટાઉનહોલ ખાતે કરવામાં આવ્યું છે. આ મેળાનો આરંભ સવારના 8:00 થશે. અગ્નિકર્મ, રક્તમોક્ષણ, મર્મ ચિકિત્સા, દંતોત્પટન, પંચકર્મ, ગર્ભ સંસ્કાર, ચામડીના રોગો, સ્ત્રી રોગો, બાલરોગો, લાઈફસ્ટાઈલ ડિસઓર્ડર જેવા રોગોની નિષ્ણાતો દ્વારા સારવાર અપાશે.

કેમ્પ દરમિયાન વિવિધ કાર્યક્રમો યોજાશે

આ મેળાના આરંભે સવારે 08:00 થી 08:45 કલાકે યોગ શિબિર, 08:30 થી 09:15 દરમ્યાન પ્રભાત ફેરી તથા સાંજે 4:00 થી 6:00 દરમ્યાન આયુષ થીમ પર ભવાઈ, ડાયરો, નાટક જેવા સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ મેળામાં ખાસ આકર્ષણોમાં આયુષ થીમ પર ફુડ સ્ટોલ, આયુર્વેદિક ઔષધિય પીણા અને વાનગીના સ્ટોલ પણ ઉભા કરાયા છે. કેમ્પમાં પ્રથમ 100 દર્દીઓનું નાડી પરીક્ષણ નિષ્ણાંત નાડી વૈધ રાકેશ ભટ્ટ, વૈધ દેવાનદ પંડિત, વૈધ મીના ઠાકર દ્વારા કરવામાં આવશે.

ચામડીના રોગો, સ્ત્રી રોગો, બાલરોગો, લાઈફસ્ટાઈલ ડિસઓર્ડર જેવા તમામ રોગોની નિષ્ણાંતો દ્વારા સારવાર આપવામાં આવશે. જનરલ હોમિયોપેથી ઓ.પી.ડી ગુજરાતના પ્રખ્યાત હોમિયોપેથી અને નેશનલ કમિશન ફોર હોમિયોપેથી, મિનિસ્ટ્રી ઓફ આયુષનાં પ્રેસિડેન્ટ ડો.પિનાકીન ત્રિવેદી અને ટીમ દ્વારા હોમિયોપેથી સારવાર, પ્રક્રૃતિ પરિક્ષણ – તમામ શરિરની તસીર ‌, કોઠા પ્રકૃતિને જાણી આહાર વિહાર અંગે માર્ગદર્શન, શરિરની રોગ પ્રતિરોધક શક્તિ વધારવા હર્બલ ટી વિતણ, સુગર અને બ્લડ પ્રેશર ચેક અપ, બાળકોની બુધ્ધિ શક્તિ અને રોગપ્રતિકારકતા વધારવા માટે સુવર્ણ પ્રાસન જેવી સુવિધાઓ આ શિબિરમાં ઉપલબ્ધ થશે. શિબિર દરમ્યાન હોમિયોપેથીને જાણો ‌વિષય પર વક્તવ્ય ડૉ.પિનાકીન ત્રિવેદી દ્વારા લાઈફ સ્ટાઈલ ડિસઓર્ડર પર વક્તવ્ય ભરત રામાવત, રસોડાનાં ઔષધ પર વક્તવ્ય ડો. હેમલ ભટ્ટ અ‍ને ડો.નીતા રાવલ દ્વારા તથા ગર્ભસંસ્કાર વિશે વક્તવ્ય ડો. તેજલ ખોખર દ્વારા અપાશે.

અન્ય સમાચારો પણ છે...