વિદ્યાદાન:કલોલના ફાઉન્ડેશન દ્વારા 25 હજાર ચોપડાનું વિદ્યાર્થીઓમાં વિતરણ

કલોલ14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • નાગરિકોના સહયોગથી 16000 કિલો પસ્તી ઉઘરાવવામાં આવી : 1 લાખ કિલોનું લક્ષ્ય રખાયું

ભારતીય ગ્રંથોમાં ઉલ્લેખીત વિવિધ દાનોમાં વિદ્યાદાનનું મહત્વ અનેરૂ છે. ત્યારે કલોલ સ્થિત હાર્દિંકા ફાઉન્ડેશન દ્વારા નાગરીકોનાં સહયોગથી પસ્તી ઉઘરાવીને વિદ્યાર્થીઓને ચોપડાનાં વિતરણનું કાર્ય કરવામાં આવી રહ્યુ છે. ત્યારે સોમવારે ભાજપનાં પ્રદેશ અધ્યક્ષની હાજરીમાં 25 હજાર ચોપડાનું વિતરણ કરવામાં આવ્યુ હતુ. હાર્દિક ફાઉન્ડેશનનાં પ્રમુખ હર્ષ ગોવિંદભાઈ પટેલના જણાવ્યનુસાર આદ્ય સરસંઘસંચાલકજીની ઇચ્છાથી 21 જૂનથી પસ્તી ઉઘરાવવાનું કામ શરૂ કરવામાં આવ્યું હતું.

જેનો હેતુ ઘરે ઘરે જઈને પસ્તી ઉઘરાવીને તેમાંથી ચોપડાની ખરીદી કરીને જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓ સુધી પહોંચાડવાનું છે. 1 લાખ કિલો પસ્તી ઉઘરાવવાનો લક્ષ્ય છે, જેમાંથી 16 હજાર કિલો પસ્તી ઉઘરાવીને તેમાંથી 25000 ચોપડાનું સોમવારે મહેન્દ્ર મિલ રોડ પર આવેલા ગણેશ પાર્ટી પ્લોટથી વિતરણ કરવામાં આવ્યુ હતુ.

પસ્તીદાનથી વિદ્યાદાન નામથી આયોજીત આ કાર્યક્રમમાં ભાજપનાં અધ્યક્ષ આર. સી. પાટીલ, વરિષ્ઠ સમાજસેવક અંગદાન જાગૃતિના પ્રણેતા દિલીપભાઇ દેશમુખ દાદા, ભાજપનાં આગેવાન ગોવિંદભાઇ પટેલ, કલોલ પાલીકા અધ્યક્ષ ઉર્વશીબેન પટેલ તથા જિલ્લા ભારતીય જનતા પાર્ટીનાં આગેવાનો તથા હાર્દિક ફાઉન્ડેશનના સભ્યો હાજર રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...