તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ગુનાનો ભેદ ઉકેલાયો:ધાનજની ઘરફોડમાં દાહોદમાં 2 સગા ભાઇ મુદ્દામાલ સાથે ઝડપાયા

કલોલ24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • તાલુકા પોલીસે પંચવટી વિસ્તારમાં વોચ ગોઠવતાં ગુનાનો ભેદ ઉકેલાયો

કલોલ તાલુકાના ધાનજ ગામમાં કરિયાણાની દુકાન ધરાવતા વેપારી પરિવાર સાથે દર્શનાર્થે પાવાગઢ જતાં તસ્કરોએ તેમના ઘરને નિશાન બનાવી તિજોરીમાંથી રૂ. 1.82 લાખના સોના-ચાંદીના દાગીના પોલીસે ફરિયાદ નોંધાયાના બીજા જ દિવસે કલોલના પંચવટી વિસ્તારમાંથી ગુનામાં સંડોવાયેલા દાહોદ જિલ્લાના 2 સગાભાઇ પરેશ અને શૈલેષ મંડોરને ઝડપી લઇ ઘરફોડનો ભેદ ઉકેલી કાઢ્યો હતો અને રૂ. 1,82,500ની કિંમતના સોના-ચાંદીના દાગીનાનો ચોરી કરેલો મુદ્દામાલ કબજે કરી આગળની તપાસ હાથ ધરી છે.

ધાનજ ગામમાં ગોપી કિરાણા સ્ટોર નામની કરિયાણાની દુકાન ચલાવતા ઘનશ્યામભાઇ પટેલ ૩ જૂલાઇએ પરિવાર સાથે પાવાગઢ દર્શનાર્થે ગયા હતાં. દરમિયાન બીજા દિવસે તેમના ભાઇ પ્રવિણભાઇએ ફોન કરી જાણ કરી તમારા ઘરનો દરવાજો અને તિજોરી ખુલ્લી પડી છે. અને ઘરમાં તસ્કરોએ ચોરીને અંજામ આપ્યો છે. બનાવની જાણ થતાની સાથે ઘનશ્યામભાઇ પરિવાર સાથે સોમવારે ધાનજ પરત ફર્યા હતાં. તિજોરીમાં તપાસ કરતાં અંદરથી સોના-ચાંદીના દાગીના ચોરાઇ ગયા હોવાનું જણાઇ આવ્યુ હતું. જેથી તેમણે તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. ઘરમાંથી ચોરાયેલા તમામ સોના-ચાંદીના દાગીનાની કિંમત રૂ.1,82,500 થાય છે. તેના આધારે કલોલ તાલુકા પોલીસે ગુનો દાખલ કરી તસ્કરોને શોધી કાઢવા પગેરૂ દબાવ્યુ હતું.

જિલ્લા પોલીસ સ્ટાફે બાતમીદારોને કામે લગાડી પેટ્રોલિંગ શરૂ કર્યુ હતું. ત્યારે પીએસઆઇ એમ.એચ.દેસાઇને બાતમી મળી હતી. તેના આધારે તેઓ પંચવટી ગ્રીનવેલી ત્રણ રસ્તા પાસે પહોંચી ગયા હતાં. અને બાતમી મુજબના શખ્સો પરેશ બચુભાઇ વરશીંગભાઇ મંડોડઅને શૈલેષ બચુભાઇ વરશીંગભાઇ મંડોડ (બંને રહે-ચીલકોટા ગામ, ભુસકા ફળિયુ, જિલ્લો દાહોદ) આવતાં પોલીસે કોર્ડન કરી તેમને પકડી લીધા હતાં. અને તેમની અંગઝડતી લેતા ચોરી થયેલો રૂ. 1,82,500ની કિંમતના સોના-ચાંદીના દાગીનાનો મુદ્દામાલ તેમની પાસેથી મળી આવ્યો હતો. તેમની વધુ પૂછપરછ કરતાં ચોરીના અન્ય 2 ગુનાનો ભેદ પણ ઉકેલાયો હતો.

કડિયા કામ રાખી ઘરફોડિયા રેકી કરતા હતા
આરોપીઓની તપાસમાં ખુલ્યુ હતું કે તેઓ બન્ને જણાં કડિયા કામની મજુરી કરતા હતાં. અને જે જગ્યાએ કામ કરતા હોય તે જગ્યાએ રહેતા હોવાથી તેની આજુ બાજુમાં બંધ મકાનની રેકી કરી રાત્રિ દરમિયાન ચોરાના બનાવને અંજામ આપતા હતાં.

અન્ય સમાચારો પણ છે...