તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

તસ્કરી:ધાનજનો પરિવાર પાવાગઢ ગયો ને ઘરમાંથી 1.82 લાખની ચોરી

કલોલ21 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • કરિયાણાની દુકાન ધરાવતા વેપારી ત્યાં તસ્કરો ત્રાટક્યા.
  • તિજોરીનું લોક તોડી સોના-ચાંદીના દાગીનાની ચોરી અંગે વેપારીની કલોલ તાલુકા પોલીસમાં ફરિયાદ

કલોલ તાલુકાના ધાનજમાં રહેતો વેપારી પરિવાર પાવાગઢ ખાતે દર્શનાર્થે ગયો હતો. ત્યારે તસ્કરોએ તેમના ઘરને નિશાન બનાવ્યુ હતું. તિજોરીનું લોક તોડી અંદરથી રૂપિયા 1,82,500ની કિંમતના સોના અને ચાંદીના સંખ્યાબંધ દાગીના ચોરી ગયા હતાં. ચોરીના બનાવની જાણ થતાની સાથે પાવાગઢથી પરત આવેલા વેપારીએ કલોલ તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. તેના આધારે પોલીસે ગુનો દાખલ કરી ચોર ટોળકીનું પગેરૂ શોધવાની કવાયત હાથ ધરી છે.

વધુ માહિતી અનુસાર, તાલુકાના ધાનજ ગામમાં ગોપી કિરાણા સ્ટોર નામની કરિયાણાની દુકાન ધરાવતા વેપારી ઘનશ્યામભાઇ પટેલ તા.૩ જુલાઇના રોજ પરિવાર સાથે પાવાગઢ દર્શનાર્થે ગયા હતાં. દરમિયાન બીજા દિવસે રવિવારે તેમના ભાઇ પ્રવિણભાનો તેમની ઉપર ફોન આવ્યો હતો. તેમાં તેમણે જાણ કરી હતી કે તમારા ઘરમાં ચોરીનો બનાવ બન્યો છે. જેથી તેમણે પ્રવિણભાઇને તપાસ કરવાનું કહેતા તેમણે જાણકરી મેળવી જણાવ્યું હતું કે ઘરનો દરવાજો અને તિજોરી ખુલ્લી પડી છે. તેમાંથી દાગીના ચોરાઇ ગયા હોવાનું લાગી રહ્યું છે.

દરમિયાન પાવાગઢથી તાકિદે ઘનશ્યામભાઇ પરિવાર સાથે સોમવારે ધાનજ ખાતેના ઘરે પરત ફર્યા હતાં. તિજારીમાં તપાસ કરતાં સોનાની પેન્ડલ વાળી ચેઇન, સોનાની ચાર નંગ વીંટી, સોનાના કાનનાં ઝુમખા, કાનમાં પહેરવાની સોનાની કડીનો સેટ, કાનમાં પહેરવાની ડાયમન્ડ વાળી સોનાની બુટ્ટી, કાનમાં પહેરવાની સોનાની ચેઇન, સોનાના બે પેંન્ડલ, સોનાની ચુની, ચાંદીની સેર, ચાંદીનો જુડો, ચાંદીની ૩ નંગ સેરો, ચાદીનું ૧૦ ગ્રામનું બિસ્કીટ અને પગમાં પહેરવાની ચાંદીની વીંટીઓ સહિતના દાગીના ચોરાઇ ગયા હતાં.

અન્ય સમાચારો પણ છે...