રજૂઆત:કલોલમાં લાંબા રૂટની ટ્રેનોને સ્ટોપ આપવા માગ કરાઈ

કલોલ14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પાલિકાના પૂર્વ પ્રમુખની શાહને રજૂઆત
  • મીટર ગેજમાંથી બ્રોડગેજ બન્યા બાદ સ્ટોપ બંધ નાગરિકોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે

રેલસેવા પ્રતિદિન ઝડપી અને સુવિધાજનક બની રહી છે પરંતુ ઝડપી સેવા બનાવવાની લ્હાયમાં ઘણાં નાનાં શહેરોમાં ટ્રેનનાં સ્ટોપેજ બંધ કરી દેવાતાં સ્થાનિકોને હાલાકી ભોગવવી પડે છે. કલોલ સ્ટેશન પર સ્ટોપેજ બંધ થયેલી ટ્રેનોને ફરી સ્ટોપ આપવા માંગ ઊઠી છે.

કલોલ પાલિકાના પૂર્વ પ્રમુખ મુકેશ પરમારે સાંસદ તથા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના કાર્યાલયને લેખિત રજૂઆત કરી છે. તેમણે પત્રમાં જણાવ્યું છે કે કલોલના વિકાસની સાથે ઔદ્યોગિક કામદારો, વિદ્યાર્થીઓ, નોકરિયાતો તથા અન્ય રાજ્યના કામદારોની આવ-જા વધી છે પરંતુ કલોલમાં બ્રોડગેજ લાઇન આવ્યા બાદ લાંબા રૂટની ટ્રેનોનો સ્ટોપેજ બંધ કરી દેવાયાં છે.

આ કારણે મુસાફરનું સરળ માધ્યમ છીનવાઈ ગયું છે. અમદાવાદ, ગાંધીનગર તથા મહેસાણા જવા રોડ માર્ગે મોંધી અને જોખમી મુસાફરી કરવી પડે છે ત્યારે કલોલમાંથી પસાર થતી અજમેર ઇન્ટરસિટી, અમદાવાદ-જમ્મુ તાવી, અમદાવાદથી આગ્રા એક્સપ્રેસ, અમદાવાદથી ગ્વાલિયર એક્સપ્રેસ, ગાંધીધામ-બરેલી એક્સપ્રેસ, અમદાવાદથી દિલ્હી આશ્રમ એક્સપ્રેસ, જોધપુર એક્સપ્રેસ, અજમેર બેંગ્લોર તથા સૂર્યનગરી એક્સપ્રેસને સ્ટોપેજ આપવા માંગ કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...