સારવાર દરમિયાન મોત:ઊનાલીમાં દીવાલ પડતાં ઘવાયેલી સગીરાનું મોત

કલોલ13 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • પાણીનો હોજ ફાટતાં ગંભીર ઈજાઓ થઈ હતી પાણીનો હોજ ફાટતાં ગંભીર ઈજાઓ થઈ હતી
  • અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં લઇ જવામાં આવી હતી

કલોલ તાલુકાના ઊનાલી ગામે એક સગીરા પાણીના હોજ પાસે રમી રહી હતી ત્યારે પાણીનો હોજ એકાએક ફાટ્યો હતો અને તેની દિવાલ આ સગીરા ઉપર પડી હતી આ બનાવમાં સગીરાને ગંભીર ઈજાઓ પહોંચી હતી જેથી સારવાર માટે તેને હોસ્પિટલમાં દાખલ કરાઈ હતી જ્યાં સારવાર દરમિયાન તેનું મોત નીપજયું હતું બનાવ અંગે પોલીસે અકસ્માત મોતની નોંધ કરી તપાસ ચલાવી છે.

કલોલ તાલુકાના ઊનાલી ગામે ખેતરમાં રહેતા પરિવારની સગીરા જ્યોત્સનાબેન જયરામભાઈ કલાડિયા ઉંમર વર્ષ 14 બોરકુવાના પાણીના હોજ પાસે રમી રહી હતી તે વખતે આ પાણીનો હોજ ફાટ્યો હતો જેથી તેની દિવાલ આ સગીરા ઉપર પડતાં સગીરાને ગંભીર ઈજાઓ પહોંચી હતી જેથી તેને સારવાર માટે કલોલની ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી.

ત્યાંથી વધુ સારવાર માટે અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં લઇ જવામાં આવી હતી જ્યાં તેના બે ઓપરેશન કરવામાં આવ્યા હતા પણ તેની તબિયતમાં સુધારો ના થતા અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં લઇ જવામાં આવી હતી જ્યાં આ સગીરાનું સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું બનાવ અંગે પોલીસે જરૂરી નોંધ કરી તપાસ ચલાવી છે આ બનાવમાં સગીરાનુ મોત થતા પરિવારજનોમાં ઘેરા શોકની લાગણી ફેલાઈ જવા પામી છે.

અન્ય સમાચારો પણ છે...