દુખદ:કાંઠા ગામના તળાવમાં નાહવા પડેલા કિશોર અને યુવકનું મોત

કલોલ3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • ડૂબી રહેલા કિશોરને બચાવવા યુવક તળાવમાં પડ્યો હતો

જિલ્લાના કલોલ તાલુકાના કાંઠા ગામના તળાવમાં નાહવા પડેલા કિશોર ડૂબતા તેને બચાવવા યુવક પડ્યો હતો. પરંતુ યુવક અને કિશોર ઉંડા પાણીમાં ગરકાવ થતાં બન્નેનું મોત નિપજ્યું હતું.કાંઠા ગામમાં રહેતો 15 વર્ષીય સચિન રાવળ ગામના તળાવમાં નાહવા માટે પડ્યો હતો. જોકે ડૂબી રહેલા કિશોરે બુમાબુમ કરતા તળાવ કિનારે ઉભેલા 33 વર્ષીય મેહુલકુમાર રાવળ કિશોરને બચાવવા તળાવમાં પડ્યો હતો. યુવક કિશોરને બચાવે તે પહેલાં બન્ને જણા ઉંડા પાણીમાં ડૂૂબી જતા મોત નિપજ્યું હતું. પોલીસે કલોલ નગરપાલિકાના ફાયર બ્રિગ્રેડને જાણ કરતા ફાયરના જવાનોએ યુવક અને કિશોરના મૃતદેહને બહાર કાઢ્યા હતા. પોલીસે બન્ને મૃતદેહોનો પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં મોકલી આપ્યા હતા. પોલીસે બનાવની વિગતો મેળવીને અકસ્માત મોતનો ગૂનો નોંધયો છે.

અન્ય સમાચારો પણ છે...