જમીન હડપવાના વધતા કિસ્સા:સાંતેજમાં ગૌચર પર દબાણ 27 સામે લેન્ડ ગ્રેબિંગનો ગુનો

કલોલ13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ઓરડીઓ ઊભી કરીને નોટિસો ન સ્વીકારી અને દબાણ દૂર ન કરતાં તલાટી કમ મંત્રીની ફરિયાદ

કલોલ તાલુકાના સાંતેજ ગામે આવેલ ગ્રામ પંચાયતની ગૌચર જમીન દબાણો કરનાર 27 લોકો સામે લેન્ડ ગ્રેબીંગનો ગુનો દાખલ થયો છે. સાંતેજ ગામના તલાટી કમ મંત્રી તરીકે ફરજ બજાવતા દિલીપસિંહ રામાજી સોંલકીએ આ અંગે સાંતેજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. જે મુજબ ગ્રામ પંચાયતની બ્લોક નંબર-1350 વાળી જમીન ગૌચર જમીન તરીકે આવેલી છે.

આ જમીન પર ગામના 27 જેટલા લોકોએ કાચી-પાકી ઓરડી બાંધીને દબાણો કરી દીધા છે. જેના પગલે ગ્રામ પંચાયત દ્વારા આવા દબાણ કરનારા 27 લોકોને સપ્ટેમ્બર-2020માં નોટિસો આપવામાં આવી હતી.જોકે તમામ લોકોએ નોટિસોનો સ્વિકાર પણ કર્યો ન હતો અને દબાણો પણ દૂર કર્યા ન હતા. લાંબા સમયથી ચાલતી માથાકૂટો વચ્ચે દબાણો દૂર ન તથા આખરે સમગ્ર મુદ્દે તલાટી કમ મંત્રી દ્વારા ગાંધીનગર ગુજરાત જમીન પચાવી પાડવા પર પ્રતિબંધ સમિતિ સમક્ષ અરજી કરી હતી. જેની તપાસમાં સમગ્ર મુદ્દે ગુનો બનતો હોવાનું સામે આવતા 27 લોકો સામે લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ ગુનો દાખલ થયો છે.

ગ્રામ પંચાયત દ્વારા નોટિસો આપવાનું શરૂ કરતાં આરોપીઓ દ્વારા લાઈટની સુવિધા મેળવવા, પંચાયત કચેરીમાંથી આકરણી મેળવવા સોગંદનામા રજૂ કર્યા હતા. જોકે પંચાયત દ્વારા ઠરાવ કરીને તેનોને બિન પરવાનગી આકરણી આપવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...