તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોનાના દર્દીઓમાં રાહત:બિલેશ્વરપુરા ગામના નવકાર તીર્થમાં 25 ઑક્સિજન બેડનું કોવિડ કેર સેન્ટર શરૂ

કલોલ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
બિલેશ્વરપુરા ગામના નવકાર તીર્થમાં 25  ઑક્સિજન બેડનું કોવિડ કેર સેન્ટર શરૂ કરાયુ. - Divya Bhaskar
બિલેશ્વરપુરા ગામના નવકાર તીર્થમાં 25 ઑક્સિજન બેડનું કોવિડ કેર સેન્ટર શરૂ કરાયુ.
  • સાંસદ અમિત શાહના દત્તક ગામમાં લાયન્સ ક્લબ CIA તરફથી
  • ઑક્સિજનની જરૂરિયાતવાળા દર્દી તેમજ તેની સાથે એક વ્યક્તિને રહેવા તથા જમવાની મફત સુવિધા મળશે: કોરોનાના દર્દીઓમાં રાહતની લાગણી

કલોલ પંથકમાં વધી રહેલા કોરોના સંક્રમણને અટકાવવા મુખ્યમંત્રી દ્રારા ‘મારું ગામ કોરોના મુક્ત ગામ’ હેઠળ ગામે ગામ કોવિડ સેન્ટરોની વ્યવસ્થા કરાઇ રહી છે. ત્યારે ગોવિંદભાઇ પટેલ, મનસુખભાઇ પટેલ અને લાયન્સ ક્લબ ઓફ છત્રાલ ઇન્ડસ્ટ્રીયલ એરીયા સેન્ટેનિયલ દ્રારા સાંસદ અમિત શાહના દત્તક ગામ બિલેશ્વપુરા ખાતે આવેલા નવકાર તીર્થ દેરાસર ખાતે કોવીડ કેર સેન્ટર શરૂ કરવામાં આવ્યુ છે. જેના કારણે કોરોનાના દર્દીઓમાં રાહતની લાગણી ફેલાઈ છે.

રાજરત્ન મેટલ ઇન્ડસ્ટ્રીઝ ના સહયોગથી શરૂ કરાયેલા આ કોવિડ કેર સેન્ટરમાં ઑક્સિજનવાળા 25 બેડની સુવિધા શરૂ કરવામાં આવી છે. જેમાં કોરોના સંક્રમીત દર્દિ જેમનો ઑક્સિજન લેવલ ઓછુ હોય તેવા દર્દિઅની મફત સારવાર શરૂ કરવામાં આવી છે. તમામ સુવિધાઓ તેમજ મેડીકલ દવાઓથી સજ્જ આ સેન્ટરમાં બે તબક્કાના 24 કલાક મેડીકલ સ્ટાફ હાજર રહેશે. દર્દી તેમજ તેની સાથે રોકાયેલ એક વ્યક્તિ માટે મફત ભોજનનું પણ આયોજન કરાયુ છે.

આ પ્રસંગે ગુજરાત પ્રદેશ ભાજપના મહામંત્રી ભીખુભાઇ દલસાણીયા, રજનીભાઇ પટેલ, પાટણ જીલ્લાના પ્રભારી તેમજ ગાંધીનગર ભાજપના અગ્રણી ગોવિંદભાઇ પટેલ, કલોલ સ્વામિનારાયણ વિશ્વમંગલ ગુરુકુળના ભક્તવાત્સલ્ય સ્વામી, ભક્તીનંદન સ્વામી તેમજ રાજરત્ન ગૃપના ચેરમેન અને શહેર તાલુકા ભાજપના પ્રમુખ મહામંત્રી પાલિકા પ્રમુખ અને લાયન્સ મિત્રો ઉપસ્થિ રહ્યા હતા.

ક્લબના પ્રોજેક્ટ ચેરમેન અરવિંદભાઇ, મુકેશભાઇ, કૌશિકભાઇ, કાન્તીભાઇ અને હરેશભાઇએ કોવીડ સેન્ટર વિષેની માહિતી આપી હતી. આ સેન્ટરથી આસપાસના ગામોને મફત સારવારનો લાભ મળી રહેશે.

અન્ય સમાચારો પણ છે...