છેતરપિંડી:હોસ્પિટલ સાથેની જમીન વેચનારા દંપતીની તબીબ સાથે કરોડોની ઠગાઇ

કલોલ5 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • ઘુમામાં હોસ્પિટલ ધરાવતા તબીબની સોલામાં રહેતા દંપતી સામે સાંતેજ પોલીસમાં 3.99 કરોડની ઠગાઇની ફરિયાદ

કલોલ તાલુકાના મોટી ભોયણ ગામમાં આવેલી હોસ્પિટલ સાથેની જમીન વેચનાર દંપતિએ તબીબ સાથે રૂ. 3.99 કરોડની છેતરપિંડી આચરી હોવાનો બનાવ સામે આવ્યો છે. અમદાવાદના ઘુમામાં હોસ્પિટલ ધરાવતા તબીબે સોલામાં રહેતા દંપતિ સામે કલોલ તાલુકાના સાંતેજ પોલીસ મથકમાં ઠગાઇની ફરિયાદ નોંધાવી છે. તેના આધારે પોલીસે આરોપી તરૂલત્તા શાહ અને તેના પતિ મુકુંદ નથ્થુલાલ શાહ સામે વિશ્વારઘાત અને છેતરપિંડી આચરી હોવાનો ગુનો દાખલ કરી તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

બનાવ અંગે અમદાવાદના બોપલમાં રહેતા અને હોસ્પિટલ ધરાવતા ડો. મહેશ બાબુલાલ મકવાણાએ સાંતેજ પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં એવો ઉલ્લેખ કર્યો છે કે સોલા સાયન્સ સિટીમાં રહેતા દંપતિ તરૂલત્તા અને મુકુંદ શાહે મોટી ભોયણમાં આવેલી તેમની સરસ્વતિ હોસ્પિટલ વેચાણ આપવા માટે મારી પાસેથી રૂપિયા 3.99 કરોડની માતબર રકમ ચેક અને રોકડ પેટે લીધી હતી. તે અગાઉ હોસ્પિટલ સાથેની જમીન લેવા માટે બાનાખત કરવામાં આવ્યુ હતું અને તે પછી વેચાણ દસ્તાવેજ કરવામાં આવ્યો હતો.

તેમાં રૂ.1.20 કરોડ જમીન પેટે, 1.30 કરોડ હોસ્પિટલના મકાન પેટે, 60 લાખ હોસ્પિટલના સાધનો અને 40 લાખની દવાઓ પેટે તમામ રકમ ચૂકવી દેવામાં આવી હતી આ ઉપરાંત મુકુંદ રોકડ રકમ પણ લઇ ગયો હતો. તે તમામ મળી રૂ.3.99 કરોડથી વધુ રકમ થાય છે. દરમિયાન ડો. મહેશ મકવાણાને પૈસાની જરૂર હોવાથી તેઓ સરસ્વતિ હોસ્પિટલ-જમીન ખરીદી હોવાનો દસ્તાવેજ લઇ બેંકમાં લોન લેવા માટે ગયા હતાં. ત્યારે તેમને ખ્યાલ આવ્યો હતો કે તરૂલત્તા અને મુકુંદ શાહે તેમની જમીનમાં મંજૂરી લીધા વગર હોસ્પિટલ બાંધી હતી.

અન્ય સમાચારો પણ છે...