આવેદન:કલોલમાં કોરોનાના મૃતકોને સહાયની માંગ સાથે રેલી નીકળી

કલોલ15 દિવસ પહેલા
  • કૉપી લિંક
કલોલમાં કોંગ્રેસ દ્વારા નીકળેલી રેલી બાદ કોંગ્રેસના આગેવાનોએ મામલતદારને આવેદનઆપ્યું હતુ. - Divya Bhaskar
કલોલમાં કોંગ્રેસ દ્વારા નીકળેલી રેલી બાદ કોંગ્રેસના આગેવાનોએ મામલતદારને આવેદનઆપ્યું હતુ.
  • કોંગ્રેસના આગેવાનોએ મામલતદારને આવેદન પાઠવ્યુ હતુ

ગત વર્ષ સર્જાયેલી કોરોનાની મહામારીનાં કારણે કલોલમાં કેટલાંક લોકો મોતને ભેટ્યા હતા. સરકાર દ્વારા મૃતકોનાં પરિવારજનોને સહાય આપવાની બાંહેધરી આપી હતી. પરંતુ સહાય ન મળતા કલોલમાં કોંગ્રેસ દ્વારા સહાયની માંગ સાથે રેલી યોજવામાં આવી હતી.

કલોલમાં ધારાસભ્યની ઓફિસથી મામલતદાર કચેરીએ પહોચેલી રેલીમાં કલોલ તાલુકા કોંગ્રેસ સમિતિનાં પ્રમુખ રશ્મિનજી ઠાકોર, કોંગ્રેસ શહેર પ્રમુખ અશોકભાઇ પરમાર, તાલુકા સમિતિનાં કાર્યકારી પ્રમુખ જવાનજી સહિતનાં કોગ્રેસનાં હોદેદારો તથા કાર્યકરો જોડાયા હતા.

કોંગ્રેસનાં આગેવાનોએ જણાવ્યુ હતુ કે કોરોના મહામારી દરમિયાન ભાજપ સરકારની આરોગ્ય સેવાઓ પુરી પાડવામાં ગુનાહિત બેદરકારીનાં કારણે મોટી સંખ્યામાં લોકોનાં અકાળે મોત થયા હતા. આ મૃતકોનાં પરીવારજનોને સહાય ચુકવવામાં સરકાર ઠાગાઠૈયા કરી રહી છે.

તમામ પરીવારજનોને ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ અંતર્ગત 4-4 લાખ મળવા પાત્ર છે. ત્યારે રેલી યોજીને સહાય ચુકવવાની માંગ સાથે કલોલ મામલતદારને આવેદન પાઠવાયુ હતુ. રેલીમાં વિવિધ સરપંચો પણ જોડાયા હતા.

અન્ય સમાચારો પણ છે...