તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ચોરી:સઈજના અંબાજી મંદિરમાં ચોરી થયાની ફરિયાદ, કલોલ પોસ્ટ ઓફિસ પાસેથી બાઈક ચોરાયું

કલોલ23 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • ચોરીના વધતા જતા બનાવોથી ફફડાટ

સઈજ ગામમાં આવેલ અંબાજી મંદિર તસ્કરો ત્રાટક્યા અને રાત્રી દરમિયાન મંદિરમાં હાથફેરો કરી રૂ. 62,500ની મતાની ચોરી કરી પલાયન થઈ ગયા હતા.કલોલ તાલુકાના સઈજ ગામમાં આવેલ અંબાજી મંદિર ખાતે ગત તા 9 ફેબ્રુઆરીના રોજ તસ્કરો ત્રાટક્યા હતા. જેમાં મંદિરના પ્રવેશ દ્વારનો નકુચો તોડી મંદિરના ગર્ભ ગ્રૃહમાં પ્રવેશ કર્યો હતો. અને અંદર રહેલુ ચાંદીનું ત્રિશુલ, ચાંદીનું છત્તર, ચાંદીની પાવડીઓ તથા ચાંદીની છડી મળી કુલ રૂ.62,500ની કિમતનું 1200 50 ગ્રામ વજનની ચાંદીની ચોરી કરી છુમંતર થઇ ગયા હતા. આ અંગે તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધવતા પોલીસે અજાણ્યા શખ્સો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

જ્યારે ચોરીના બીજા બનાવમાં કલોલ તાલુકાના પિયજ ગામે રહેતા જગદીશકુમાર બાબુજી ઠાકોર ગત 27 જાન્યુઆરીના રોજ પોતાનું બાઇક નં. જીજે 18 ડીએ 7722 લઇ કલોલ પોસ્ટ ઓફિસ ખાતે આવ્યા હતા. પોસ્ટ ઓફિસની બહાર બાઇક પાર્ક કરી તેઓ કામ અર્થે ગયા હતા. અને પોતાનું કામ પતવ્યા બાદ પરત ફરતા પોતે પાર્ક કરે જગ્યાએ બાઇક ન હતું. જેથી પોતાનું બાઇક ચોરી થયાનું જણાતા તેમને કલોલ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.આ રીતે ચોરીના બે બનાવથી આ વિસ્તારમાં ચકચાર મચી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઈ ખાસ કામ પૂરું કરવામાં આજે તમારી મહેનત સફળ રહેશે. સમયમાં સકારાત્મક પરિવર્તન આવી રહ્યું છે. ઘર અને સમાજમાં તમારા યોગદાન અને કાર્યની પણ પ્રશંસા થશે. નેગેટિવઃ- નજીકના કોઈ સંબંધીના કારણે પ...

  વધુ વાંચો