તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ક્રાઇમ:છત્રાલની કંપનીમાંથી 13.5 લાખના કેબલ ચોરીની ફરિયાદ

કલોલ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કલોલ તાલુકા પોલીસ મથકે નોંધાયેલી ફરિયાદ
  • જીઆઇડીસીમાં આવેલી કંપનીમાં કોપરના કેબલ બનાવાય છે: પોલીસે તપાસ હાથ ધરી

છત્રાલ જી.આઇ.ડી.સી.માં એક કંપનીની પાછળ ખુલ્લી જગ્યામાં મૂકેલા રૂ.13,50,100ના કેબલની ચોરી કરી તસ્કરો પલાયન થઇ જતા પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

અમદાવાદના શાહીબાગમાં આવેલા સુભાષનગરમાં રહેતા અંકિતભાઇ ચંદ્રેશભાઇ લોઠા (રાજસ્થાની જૈન) કલોલ તાલુકાના છત્રાલ ગામે આવેલ જી.આઇ.ડી.સીમાં ચંદ્રેશ કેબલ્સ લિમીટેડ કંપની ધરાવે છે. જેમાં કોપરના કેબલ બનાવવામાં આવે છે. આ કંપનીની પાછળ ખુલ્લી જગ્યામાં કેબલ વાયરના ડ્રમ રોલ પડ્યા હોય છે. આ કંપનીને ગત 8 મે ના રોજ તસ્કરોએ નિસાન બનાવી હતી. અને ડ્રમમાં રહેલા કેબલમાંથી રૂ.13,50,100 ના કેબલની ચોરી કરી પલાયન થઇ ગયા હતા.

જી.આઇ.ડી.સી માં બનેલ ચોરીના બનાવના પગલે ભારે ચકચાર મચવા પામી હતી. આ અંગે કંપનીના માલિકે કલોલ તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોધાવતા પોલીસે ગુનો નોધી તપાસ હાથ ધરી છે.છત્રાલ જી.આઇ.ડી.સી.માં રવિવારે તસ્કરો ત્રાટક્યા હતા જેમાં એક કંપનીની પાછળ ખુલ્લી જગ્યામાં મૂકેલા13,50,100ના કેબલની ચોરી કરી પલાયન થઇ ગયા હતા.

અન્ય સમાચારો પણ છે...