કલોલ રેલ્વે પૂર્વમાં આવેલ મુળહંસ સોસાયટીમાં રહેતા રંજનાબેન મહેન્દ્રભાઇ સોલંકીએ કલોલ તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. કે તેમનો 16 વર્ષિય દિકરો ગત 1 જુનના રોજ પોતાના મિત્ર સાથે ઓએનજીસી રોડ થઇ આરસોડીયા તરફ ચાલતો જઇ રહ્યો હતો.
તે દરમિયાન સિધ્ધરાજ હોમ્સ ટાઉન પાછળ ખુલ્લી જગ્યા પરથી પસાર થઇ રહ્યા હતા. ત્યારે પ્રિયંક અમરતભાઇ પરીખ રહે.સુમન પાર્ક સોસાયટી રેલ્વે પૂર્વ કલોલ આવી ચડયો હતો. અને આ સગીરના મિત્રને બોલાચાલી કરી મારામારી કરતો હતો. ત્યારે રંજનાબેનનો દિકરો તેને બચાવવા વચ્ચે પડતા પ્રિયંક તુ મારી મેટર મા વચ્ચે કેમ આવે છે.
તેમ કહી ગાળો બોલવા લાગ્યો હતો. જેને ગાળો બોલવાની ના પાડતા તે એકદમ ઉશકેરાઇ જઈ જમણા હાથમાં પહેરેલુ કડુ કાઢીને આ સગીરના માથાના પાછળના ભાગમાં મારતા તેને લોહી નીકળવા લાગ્યુ હતું. આ બાબતે સગીરની માતાને જાણ થતા તેમણે આ અંગે કલોલ તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આ બનાવથી ચકચાર મચી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.