તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

લેન્ડ ગ્રેબિંગ:સગાભાઈએ મકાન પચાવી પાડતા મહિલાની ફરિયાદ

કલોલ17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કલોલ આરસોડિયા ગામ પાસેનો બનાવ
  • કલોલ પોલીસે આરોપી સામે લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ ગુનો દાખલ કર્યો

કલોલમાં બહેનની ફરિયાદના આધારે ભાઈ સામે પોલીસે લેન્ડ ગ્રેબિંગ હેઠળ ગુનો નોંધ્યો છે. અમદાવાદના શાહીબાગમાં રહેતાં શીવીબેન ગંગારામ પરમાર (70 વર્ષ)એ આ અંગે કલોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

આરસોડિયા ગામ પાસે જગજીવનરામ કો.ઓ.હાઉસિંગ સોસાયટીમાં તેમનું મકાન આવેલું છે. મકાન તેમણે પોતાના સગા નાના ભાઈ હરગોવિંદભાઈ પરમારને આપ્યું હતું. બાળકોના અભ્યાસ માટે થોડા સમય માટે પોતાને મકાનમાં રહેવા દેવા માટેની વિનંતી કરતા મહિલાએ નાના ભાઈને ઘર આપ્યું હતું. સગો નાનો ભાઈ થતો હોવાથી વિશ્વાસ ભરોસો રાખી તેને પોતાનું મકાન આપ્યું હતું. આજદીન સુધી મહિલાના ભાઈએ કબ્જો ભોગવટો રાખ્યો હતો. મહિલાને મકાનની જરૂરીયાત ઉભી થતા ભાઈને અવાર-નવાર કહેવા છતાં મકાન ખાલી કર્યું ન હતું. જેને પગલે મહિલાએ પોતાના જ ભાઈ સામે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે હરગોવિંદભાઈ ઈશ્વરભાઈ પરમાર સામે ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી કરી હતી.

અન્ય સમાચારો પણ છે...