ચોરી:કલોલમાંથી 2 બાઇકની ઉઠાંતરી થયાની ફરિયાદ

કલોલ9 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • શહેરમાં વધતા જતા વાહન ચોરીના બનાવોથી લોકોમાં ચિંતાની લાગણી

ગાંધીનગરના સેક્ટર 5 માં મહાકાળી મંદિરની બાજુમાં રહેતા અમીત ઉપેન્દ્રભાઇ ભ્રહ્મભટ્ટ ગાંધીનગર સચિવાલય ખાતે પ્રાઇવેટ નોકરી કરી પોતાના પરીવારનું ગુજરાન ચલાવે છે. જેઓ ગત 7 મે ના રોજ પોતાના ભાઇનું બાઇક લઇ રાત્રી દરમિયાન પત્ની તેમજ દીકરીને કલોલ શ્રીનગર ખાતે ભારત ફ્લેટમાં મુકવા ગયા હતા. ત્યારે બાઇક મકાનના આગળના ભાગ આગળ પાર્ક કર્યુ હતુ. અને ત્યાંથી પરત પોતાના ઘરે જવા નિકળ્યા હતા પણ બાઇક પાર્ક કરેલી જગ્યાએ ન હતુ. પોતાનુ બાઇક ચોરી થયાનુ જણાતા તેમણે આ અંગે પોલીસ મથકમાં ફરિયાદ નોધાવી હતી.

જ્યારે બીજા બનાવમાં કલોલના રેલ્વે પુર્વ વિસ્તારમાં ગાયત્રી રો-હાઉસ ખાતે રહેતા રાજદીપ ગોવિંદભાઇ કાપડીયા કલોલ તાલુકા પોલીસ સ્ટેશનમાં હોમગાર્ડ તરીકે નોકરી કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. જેઓ 1 મે ના રોજ સવારે પોતાનુ બાઇક લઇ ડ્રીલ મશીન રીપેર કરાવવા માટે કલોલના સીટી મોલ ખાતે ગયા હતા. ત્યા આગળ બાઇક પાર્ક કરી તેઓ શોપિંગ સેન્ટરમાં ડ્રીલ મશીન રીપેર કરાવવા ગયા હતા. જ્યાથી બપોરે પરત ફરતા બાઇક પાર્ક કરેલી જગ્યાએ ન હતુ. પોતાનુ બાઇક ચોરી થયાનુ જણાઇ આવતા. તેમણે આ અંગે કલોલ શહેર પોલીસ મથકમાં ફરીયાદ નોધાવી હતી. પોલીસે બંન્ને બાઇક ચોરી અંગે અજાણ્યા શખ્સ સામે ગુનો નોધી વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...