તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાર્યવાહી:કલોલમાં 4 પ્લોટ વેચાણમાં આપીને દસ્તાવેજ નહીં કરાવતાં 7 સામે ફરિયાદ, કલોલ પોલીસ દ્વારા ગુનો દાખલ કરાયો

કલોલ2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • માત્ર 3 લાખમાં એક એવા 3 પ્લોટ 12 લાખમાંં વેચ્યા હતા
 • અમદાવાદના ઘુમામાં રહેતી મહિલાને સસ્તામાં પ્લોટ આપવાની વાત કરી છેતરપિંડી આચરી હતી

માત્ર 3 લાખમાં એક એવા કુલ 4 પ્લોટ રૂપિયા 12 લાખમાં અમદાવાદના ઘુમાની મહિલાને વેચાણ આપ્યા હતા. પરંતુ ચારેય પ્લોટના દસ્તાવેજો નહી કરી આપતા સમગ્ર છેતરપિંડીનો ભાંડો ફુટ્યો હતો. મહિલાની સાથે છેતરપિંડી થવા બદલ સાત શખસો વિરુદ્ધ કલોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપતા પોલીસે ગૂનો નોંધીને કાર્યવાહી હાથ ધરી છે.

કલોલમાં 12 લાખમાં ચાર પ્લોટ આપવાના મામલે છેતરપિંડીની ઘટના મુજબ અમદાવાદના ઘુમામાં રહેતા રેખાબેન સમીરભાઇ ચુનારાને કલોલમાં સસ્તાભાવે જમીનના પ્લોટ લેવા માટે તેઓના સગા અને કલોલ તાલુકાના નાસ્મેદમાં રહેતા બળદેવભાઇ બચુભાઇ ચુનારાને વાત કરી હતી. આથી બળેદવભાઇએ કલોલમાં રહેતા વિક્રમભાઇ વિરચંદભાઇ ચુનારાની સાથે મુલાકાત કરાવતા કલોલની સીમમાં પ્લોટીંગ થયેલી જગ્યાએ લઇ ગયા હતા. ત્યાં ફરીયાદીને એક પ્લોટની 3 લાખની કિંમત બતાવી હતી. આથી ફરિયાદીએ ચાર પ્લોટ લેવાનું નક્કી કર્યું હતું. ત્યારે તેઓની સાથે શ્રધ્ધાનગર, રામનગર, કલોલમાં રહેતા વિજયભાઇ વિક્રમભાઇ ચુનારા, અજયભાઇ વિક્રમભાઇ ચુનારા, ચંદ્રિકાબેન વિક્રમભાઇ ચુનારા, કાણોદર, ચૌધરી વીલા હુસેની બાગ મકાન નંબર 41માં રહેતા પુનમભાઇ આબીદહુસેન સિંધી અને વડોદરાના મક્સુદખાન નિઝામખાન બલોચ સાથે હતા.

ચાર પ્લોટ વેચાણ લેવા ફરીયાદીએ ટુકડે ટુકડે 12 લાખ આપ્યા હતા. જોકે ચારેય પ્લોટનો દસ્તાવેજ કરાવવા સહી સિક્કાવાળો પ્લોટનો નકશાની માંગણી કરતા પુનમભાઇ સીંધી દલીલ કરવા લાગ્યા હતા. ત્યારબાદ ઉપરોક્ત શખસો ફોન પણ ઉપાડતા નહી. આથી ફરીયાદીએ તપાસ કરતા ચારેય પ્લોટની જમીન એનએ થઇ નથી. જેથી પુનમભાઇ સિંધીએ 6-6 લાખના બે ચેક ફરીયાદીને આપ્યા હતા. પરંતુ ચેક રિટર્ન થતા વકિલ મારફતે નોટીસ આપવા છતાં જવાબ નહી આપતા સાતેય શખસો વિરૂદ્ધ અમદાવાદના ઘૂમામાં રહેતા મહિલાએ ફરીયાદ આપતા પોલીસે ગૂનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

  વધુ વાંચો