વિવાદ:જામળામાં પરીણિતાના આપઘાત કેસમાં પતિ, સાસુ-સસરા સામે ફરિયાદ

કલોલ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • દહેજ પ્રતિબંધ અધિનિયમ અને આપઘાતની દુષ્પ્રેરણાનો ગુનો દાખલ

તાલુકાના જામળામાં 22 વર્ષીય પરીણિતાના આપઘાત કેસમાં પતિ અને સાસુ-સસરા સામે આપઘાતની દુષ્પ્રેરણાનો ગુનો દાખલ થયો છે.મૂળ મહેસાણાના ભાકડિયાના વિજયસિંહ અમરસિંહ ઝાલાએ કલોલ તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. વિજયસિંહનાં નાનાં બહેન કોમલ (22 વર્ષ)નાં લગ્ન મે, 2021માં જામળાના સિદ્ધરાજસિંહ ચંદનજી રાણા સાથે થયાં હતાં. 12 જુલાઈ, 2022એ સાંજે 6 વાગ્યે વિજયસિંહ પર રૂપાલ ખાતે રહેતા સંબંધીનો ફોન આવ્યો હતો, જેમાં કોમલબહેને સાસરીમાં ફાંસો ખાધો હોવાની જાણ કરી હતી. બહેનના પોસ્ટ મોર્ટમ બાદ અંતિમવિધિ સહિતની પ્રક્રિયા કર્યા પછી તેમણે આ અંગે ફરિયાદ કરી હતી.

ફરિયાદ મુજબ કોમલબહેન પિયર જતાં ત્યારે ‘લગ્ન વખતે તારા ભાઈએ કાંઈ આપ્યું નથી અને સોનાના દાગીના પણ પૂરતા આપેલા નથી તો તારા પિયરમાંથી સોનાના દાગીના તથા મોટર સાઇકલ લઈને આવજે’ કહી પતિ ત્રાસ આપતો હોવાની જાણ કરતાં હતાં. આથી કોમલબહેન સાસુ ભીખીબા ચંદનજી રાણા તથા સસરા ચંદનજી વરવાજી રાણાને ‘મારા પિતા હયાત નથી અને મારો ભાઈ ખેતીકામ કરે છે. પિયરની પરિસ્થિતિ સારી નથી તો મારો ભાઈ દાગીના તથા બાઇક ક્યાંથી લાવે?’ કહેતી હતી. સામે સાસુ-સસરા દીકરાનું ઉપરાણું લઈને જે કહે તે વસ્તુ તારે લાવી આપવી પડશે, નહીં તો શાંતિથી રહેવા નહીં દઈએ,’ કહેતાં હતાં.

અન્ય સમાચારો પણ છે...