તપાસ:આસોડિયામાં મારમારનાર 5 સામે ફરિયાદ

કલોલએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

આરસોડિયા ગામની હદમાં આવેલ હેપ્પી હોમ રેસીડેન્સી ફ્લેટમાં રહેતા નરેશભાઈ અમૃતભાઈ પરમાર ગત રોજ ફ્લેટ પાસે પોતાની કાર પાર્ક કરી રહ્યા હતા. જે દરમિયાન તેમના સામે આવેલ વિશાલ પોતાની રીક્ષામાં અન્ય શખ્સો સાથે ત્યાંથી પસાર થઈ રહ્યો હતો.

ત્યારે રીક્ષા ચાલકે કારના સાઈડ ગ્લાસ સાથે રીક્ષા અથડાવી હતી. જે બાબતે કહેવા જતાં રિક્ષામાં સવાર વિશાલ રહે. ઓમ રેસીડેન્સી આરસોડીયા, અનીલ રહે. હેપ્પી હોમ્સ ફ્લેટ આરસોડીયા સહિત અન્ય 3 શખ્સોએ નરેશભાઈને ગાળો બોલી ગડદાપાટુનો માર મારતાં હોબાળો મચી ગયો હતો. આ અંગે તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે 5 શખ્સો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...