કાર્યવાહી:શેરીસામાં વધુ દૂધ મેળવવા ભેંસને ઈન્જેકશન આપનારા 3 સામે ફરિયાદ

કલોલ11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ઓક્સીટોસિનની 5 બોટલો જપ્ત કરાઈ

શેરીસા ગામે ભેંસનો તબેલો ચલાવતા ત્રણ લોકો દ્વારા વધુ દૂધ મેળવવા માટે ભેંસોને ઓક્સીટોસિન ના ઇન્જેક્શન આપવામાં આવતા હતા. પ્રતિબંધિત ઓક્સિટોસિન ઈન્જેકશનનો ઉપયોગ કરનાર ત્રણ સામે પોલીસે ગુનો દાખલ કરીને તપાસ ચલાવી છે.

સુરભી ત્રિપાઠી અને તેમની સાથી રૂબીના નિતીન દ્વારા કલોલ તાલુકાના શેરીસા ગામે ભેંસોને આપવામાં આવતાં ઈન્જેકશન બાબતે તપાસ કરવામાં આવી હતી. અને ત્રણ તબેલામાં રાખવામાં આવેલી ભેંસો ઉપર તેના માલિકો દ્વારા વધુ દૂધ મેળવવા માટે ઓક્સિટોસીન ઇન્જેકશનનો આપવામાં આવતા હોવાનું માલુમ પડ્યું હતું. જેથી તેમણે પોલીસનો સંપર્ક કર્યો હતો.

અને પોલીસને સાથે રાખીને તેઓએ તબેલામા કામગીરી હાથ ધરી હતી. અને અહીંથી પ્રતિબંધિત એવા ઓક્સિટોસીન ઇન્જેકશનનો મળી આવતા તે જપ્ત કર્યા હતા. પોલીસે સ્થળ ઉપરથી ઓક્સિટોસિનની પાંચ બોટલો જપ્ત કરી હતી. અને ભેંસો ઉપર ઓક્સિટોસિન ઈન્જેકશનનો ઉપયોગ કરનાર રફીક અબ્દુલભાઈ મોમીન તથા અકબર વલીભાઈ મોમીન અને મોહમ્મદ યુસુફ અબ્દુલભાઈ મોમીન સામે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરાઈ છે.

અન્ય સમાચારો પણ છે...