ફરિયાદ:કોર્ટમાં દાવો કરી રાંચરડાનો પ્લોટ પચાવી પાડનારા 17 સામે ફરિયાદ

કલોલ17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • અમદાવાદના રહીશે નોંધાવેલી ફરિયાદના આધારે સાંતેજ પોલીસે છેતરપિંડી અંગે હાથ ધરેલી તપાસ

કોર્ટમાં દાવા કરી લીટીગેશનો ઉભા રાંચરડાની જમીનનો પ્લોટ પચાવી પાડનારી 17 વ્યક્તિ સામે સાંતેજ પોલીસ મથકમાં ફરિયાદ દાખલ થઇ છે. તેમાં આરોપીઓએ આર્થિક લાભ મેળવવાના આશયથી વિશ્વાસઘાત અને છેતરપિંડી કરી હોવાના કરાયેલા આક્ષેપ પોલીસે તપાસ શરૂ કરી છે.

બનાવ અંગે અમદાવાદના સેટેલાઇટ વિસ્તારમાં રહેતા રાહિલ વિશાલભાઇ પટેલે કલોલ તાલુકાના સાંતેજ પોલીસ મથકમાં ફરિયાદ દાખલ કરાવી છે. તેમાં એવી હકીકત દર્શાવી છે કે રાંચરડા ગામમાં આવેલી કેટલીક જમીન ભેગી કરી દેસાઇ બિલ્ડર પ્રા.લી દ્વારા 170 પ્લોટ પાડી સ્કીમ મુકી હતી. તેમાં મારા પિતા વિશાલભાઇએ 1999 માં 1405 ચોરસ મિટરનો 77 નંબરનો પ્લોટ બૂક કરાવ્યો હતો.

તેના પેટે રકમ ચૂકવ્યા બાદ વર્ષ 2000માં મારા પિતાએ પ્લોટ વેચાણ આપનાર દેસાઇ બિલ્ડરના માલિક દિલીપ દામોદરદાસ દેસાઇ પાસેથી પ્લોટનું પઝેશન લીધુ હતું. ત્યાર બાદ 2020માં મારા પિતા વિશાલભાઇનું અવસાન થયુ હતું. તે અગાઉ મારા પિતાએ મને જાણ કરી હતી કે આપણે રાંચરડા ખાતે એક પ્લોટ ખરીદ કર્યો છે. જેથી સપ્ટેમ્બર 2020માં હું અમારા આ પ્લોટ ઉપર ફેન્સિંગ કરવા માટે ગયો હતો. ત્યારે તુલીપ સેલેટ્સ પ્લોટીંગ સ્કીમના સુપરવાઇઝર વિમલ પટેલે મને મારા પ્લોટમાં ફેન્સિંગ કરવા મને અટકાવ્યો હતો.

આરોપીઓનાં નામ
જ્યંતીભાઇ નારણદાસ, ગોવિંદભાઇ નારણદાસ, દશરથભાઇ પટેલ, નયનાબેન પટેલ, નિમેશ પટેલ, અક્ષય પટેલ, આરતીબેન, હરેશભાઇ, કિરીટભાઇ, હસુમતીબેન, ચંન્દ્રકાંત, કમલેશ, પરેશ, જયેશકુમાર, કનુભાઇ, પ્રફુલભાઇ (તમામ પટેલ) અને પ્રકાશભાઇ બી ગજ્જરના નામનો ઉલ્લેખ કર્યો છે.

અન્ય સમાચારો પણ છે...