તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કામગીરી:કલોલમાં નગરપાલિકા દ્વારા પ્રિમોનસૂન કામગીરીનો આરંભ

કલોલ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
કલોલ નગર પાલિકા દ્વારા પ્રિમોન્સુન કામગીરી હાથ ધરવામાં આવતા નગરજનોએ રાહતની લાગણી અનુભવી છે. - Divya Bhaskar
કલોલ નગર પાલિકા દ્વારા પ્રિમોન્સુન કામગીરી હાથ ધરવામાં આવતા નગરજનોએ રાહતની લાગણી અનુભવી છે.

કલોલમાં વરસાદી પાણીના નિકાલ માટે પાલિકા દ્વારા લાઇનો નખાઈ છે. પણ આ લાઈનોમાં કચરો ભરાઇ જતાં થોડા વરસાદના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઇ જતા હોય છે. વળી પૂર્વ અને પશ્ચિમ ને જોડતા અંડરબ્રિજમાં પાણી ભરાતા ભારે હાલાકી પડતી હોય છે. તેમાં પણ આ અંડરબ્રીજનું પાણી ખાલી કરવા દિવસ દરમિયાન રોડ પર પાણી છોડવામાં આવતા વેપારીઓમાં ભારે રોષ જોવા મળતો હોય છે.

આવી સ્થિતીમાં પાલિકા દ્વારા પ્રિમોન્સુન કામગીરી હાથ ધરાઈ છે. જેમાં કાંસ તથા સ્ટ્રોમ લાઈન ની સફાઇ હાથ ધરાઇ છે. અને અંડર ગ્રાઉન્ડ ગરનાળામાં ભરાતા પાણીનો નિકાલ કરવા બે નવા પંપ ખરીદી પાણી ઉલેચવાના પ્રશ્નનો કાયમી નિકાલ કરવા તજવીજ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...