કલોલ 38-વિધાનસભાના મત ક્ષેત્રના કોંગ્રેસ પક્ષના ધારાસભ્ય બળદેવજી ઠાકોરે ભારે જનમેદની એકઠી કરી રેલીનું આયોજન કર્યું હતું. જેમાં કલોલ વિસ્તારના તેમજ કલોલ આજુબાજુના ગામડાના લોકો બળદેવજીની આ ફોર્મ ભરવા માટેની રેલીને સફળ બનાવવા માટે ઉમટી પડ્યા હતા.
કલોલના ધારાસભ્ય બળદેવજી ઠાકોરે પોતાનું નામ જાહેર થતાની પહેલા જ ફોર્મ ભરવાની તારીખ પહેલેથી જ નક્કી કરી દીધી હતી. જેથી જન સમર્થન રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ધારાસભ્યો, સુરેશ પટેલ, ગેનીબેન ઠાકોર, ચંદનજી ઠાકોર, રઘુ દેસાઈ, ભરતજી ઠાકોર સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. જ્યારે ફોર્મ ભરવા માટેની જન સમર્થન રેલી જે કલોલના ધારાસભ્ય કાર્યાલયથી એચડીએફસી બેન્કથી સ્ટેશન રોડ, ખમાર ભુવન, ટાવર ચોક, નંદલાલ ચોકથી મામલતદાર ઓફિસ ફોર્મ ભરવા જવા માટે યોજાઇ હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.