અકસ્માત:પિયજ નજીક પથ્થર સાથે અથડાતા બાઇકચાલકનું મોત

કલોલએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • 12 વર્ષની​​​​​​​ દીકરી તેમજ 7 વર્ષના દીકરાએ પિતાની છત્રછાયા ગુમાવી

પીયજ રેલ્વે બ્રિજ પાસે પથ્થર સાથે અથડાતા બાઇક ચાલકનું મોત થતા અરેરાટી ફેલાઈ જવા પામી છે. કલોલ તાલુકાના રામનગર ગામમાં પંકજભાઇ ગોપાળદાસ પટેલ પોતાના પરિવાર સાથે રહેતા હતા. જેઓ ગત તા.18 મેના રોજ પિયજ ગામથી રાત્રીના સવાઆઠ વાગે પિયજ ગામની પાસે આવેલ રેલ્વે બ્રિજ પાસેથી પોતાનું બાઇક લઇ પસાર થઇ રહ્યા હતા. ત્યારે બ્રિજ પાસે પડેલ એક પથ્થર સાથે તેમનું બાઇક અથડાતા તેઓ નીચે પટકાયા હતા. જેના પગલે તેમના માથાના તેમજ શરીરના ભાગે ગંભીર ઇજાઓ પહોચી હતી. તે દરમિયાન પિયજ ગામના ઠાકોર વિષ્ણુજી ગણેશજી પોતાની રીક્ષા લઇ ત્યાંથી પસાર થઇ રહ્યા હતા.

તેમણે આ ઘાયલ યુવાનને જોતા પોતાની રીક્ષા ઉભી રાખી હતી. ઘાયલ શખ્સને ઓળખી જતા તેમણે તેને રીક્ષામાં મુકી રામનગર તેમના ઘરે લઇ ગયા હતા. અને ઘાયલ યુવાનના મોટાભાઇ ભીખાભાઇ પટેલને અકસ્માતની જાણ કરી હતી. ત્યારે તેમના ભાઇ સહિત પરિવારજનો આ યુવાનને ગાડીમાં લઇ કલોલ સિવીલ લઇ ગયા હતા. જ્યાં હાજર તબીબે તેમને મૃત જાહેર કરતા અરેરાટી ફેલાઈ જવા પામી હતી. 47 વર્ષિય પંકજભાઇના મરણના પગલે તેમની 12 વર્ષની દિકરી તેમજ 7 વર્ષના દિકરાએ પોતાના પિતાની છત્રછાયા ગુમાવી હતી.

અન્ય સમાચારો પણ છે...