તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અકસ્માત:શેરીસા પાસે કાર અને બાઈક અથડાતા બાઈક ચાલકનું મોત

કલોલ20 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • જેઠલજનો યુવાન મિત્રનુ બાઈક લઈ આવતો હતો
 • રોંગ સાઇડથી આવતી કારની ટક્કર વાગી હતી

કલોલ તાલુકાના શેરીસા ગામ પાસે રોંગ સાઈડથી આવી રહેલ કાર ચાલકે અડફેટે લેતાં ગંભીર રીતે ઘાયલ બાઈક સવાર યુવાનનું સારવાર દરમિયાન કરુણ મોત નિપજયું હતું.જેઠલજ ગામે આવેલ ઠાકોરવાસમાં રહેતા ચમનજી વજાજી ઠાકોર (ઉ.વ) 26 તેમના મિત્ર ખોડાજી પુજાજી ઠાકોર તથા અજમલજી સનાજી ઠાકોર સાથે ગત 3 ફેબ્રુઆરીના રોજ મિત્રના બાઇક નંબર જીજે 18 ડી.એચ 2455 લઈને ઈન્દ્રોડા ખાતે લગ્નમાં જતા હતા. અને મોટી ભોયણ થી શેરીસા રોડ પરથી પસાર થઇ રહ્યા હતા.

તે દરમિયાન શેરીસા બસ સ્ટેશન પાસે કલોલ તરફથી આવી રહેલ સ્વિફ્ટ કાર નંબર જીજે 18 બીકે 8497ના ચાલકે પોતાની કાર પૂરઝડપે અને ગફલતભરી રીતે હંકારી હતી. અને રોડ બ્રેકર નો કટ મારી પોતાની કાર રોંગ સાઈડમાં લાવતા બાઈક સાથે અકસ્માત સર્જાયો હતો. જેમાં ફંગોળાઈ ને પટકાયેલા ત્રણે યુવાનો ને ગંભીર ઈજાઓ થવા પામી હતી. આ અકસ્માતમાં ગંભીર રીતે ઘાયલ ચમનજી ઠાકોર નુ સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. આ અંગે સાંતેજ પોલીસે મ્રુતક યુવાનના પિતા ની ફરીયાદ આધારે કાર ચાલક સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો