તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ક્રાઇમ:FB ફ્રેન્ડ બની રાજકોટનો યુવક કલોલની સગીરાને ભગાડી ગયો

કલોલ11 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • 1 ફેબ્રુઆરીએ બહાર જઈ આવું કહી ઘરેથી નીકળી હતી
 • સગીરાના પિતાને ફોન કરી ભગાડી જવા ચીમકી આપી હતી
 • પિતાએ આવી મિત્રતાન રાખવા પુત્રીને સમજાવી હતી

કલોલમાં પરિવાર સાથે રહેતી એક સગીરાને ફેસબુક પર એક યુવક સાથે મિત્રતા થઈ હતી અને ત્યારબાદ આ યુવક સગીરાને ભગાડી જતાં ચકચાર મચી જવા પામી છે. સગીરાના પિતાએ આ અંગે પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.

કલોલના 32 ક્વાર્ટર પાસે આવેલા ગાયના ટેકરા વિસ્તારમાં એક પરિવાર રહે છે. જેમની 17 વર્ષ અને 11 માસની સગીર વયની દિકરીને ફેસબુકમાં એક યુવક સાથે મિત્રતા થઈ હતી. આ સગીરાના ફોન પર ત્રણ મહિના અગાઉ એક ફોન આવ્યો હતો. જે તેના પિતાએ ઉપાડ્યો હતો. જેમાં સામેથી બોલતા યુવકે પોતાનું નામ તુષાર છે અને તે રાજકોટ રહે છે. અને મારે તમારી દીકરી સાથે પ્રેમસંબંધ હોઈ તેની સાથે લગ્ન કરવા માંગુ છું. અને મોકો મળે હું તેને ભગાડી લઈ જઈશ તેમ કહ્યું હતું. ત્યારે સગીરાના પિતાએ વાતને વધારે ધ્યાન ન આપ્યું હતું. અને આ યુવક વિષે પોતાની પુત્રી સાથે વાતચીત કરી હતી. ત્યારે પુત્રીએ તે તેનો ફેસબુક મિત્ર છે તેમ કહેતા પિતાએ તેને આપણા સમાજમાં આ બધું ન શોભે તેમ કહી સમજાવી હતી. પણ 1 ફેબ્રુઆરીએ બપોરના સમયે સગીરા ઘરેથી બહાર જઈ આવું છું. કહી નીકળી હતી જે મોડે સુધી ઘરે પરત ન ફરતા સગીરાની માતાએ તેના પિતાને જાણ કરી હતી. દીકરી પરત ન ફરતાંના સમાચાર મળતા પિતા ઘરે દોડી આવ્યા હતા. અને પરિવારજનો સાથે આસપાસમાં તેમજ સગા સંબંધીઓને ત્યાં તપાસ કરી હતી પણ આ સગીરાની કોઈ ભાળ મળી ન હતી.

જોકે ત્યારબાદ સગીરાના પિતાએ આ મામલે તેમની સગીર વયની દિકરીને લગ્નની લાલચ આપી ભગાડી જનારા તુષાર સામે ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...

  વધુ વાંચો