BCCI અને ICCના ચેરમેન જય શાહે કલોલ ખાતેના નવા ક્રિકેટ ગ્રાઉન્ડ કરવાની સાથે ફટકાબાજી કરી ક્રિકેટની રમતને રંગત માણી હતી. ત્યારે ઉપસ્થિત મહાનુભાવો જય શાહને ક્રિકેટ રમતા જોઈને દંગ રહી ગયા હતા.
કલોલ શહેર અને તાલુકાના યુવાનો ક્રિકેટની રમતમાં નીપૂર્ણ થાય અને સિદ્ધિ મેળવી સંસ્થા નું નામ રોશન કરે તે હેતુથી કલોલ તાલુકા કેળવણી મંડળ દ્વારા શહેરમાં 153x123 મીટર ક્ષેત્રફળ ધરાવતા ભવ્ય ક્રિકેટના ગ્રાઉન્ડનું લાખોના ખર્ચે નિર્માણ કર્યું છે. આ ક્રિકેટ ગ્રાઉન્ડનું ઉદ્ઘઘાટન BCCI અને ICCના ચેરમેન જય શાહના હસ્તે તારીખ 3 ને મંગળવારના રોજ કરવામાં આવ્યું હતું. ત્યારે જય શાહે અનેક મહાનુભાવો ની ઉપસ્થિતિમાં ગ્રાઉન્ડનું ઉદ્્ઘાટન કર્યું હતું. અને ક્રિકેટની રમતની રંગત માણી હતી.
આજથી 85 વર્ષ પહેલા એટલે કે 1935માં કલોલ તાલુકા કેળવણી મંડળની સ્થાપના કરવામાં આવી હતી. આ સંસ્થા દ્વારા નિર્માણાધિન ક્રિકેટ ગ્રાઉન્ડનું ઉદ્્ઘાટનનો સમારોહ વખારિયા કેમ્પસમાં મંગળવારે યોજવામાં આવ્યો હતો.
ક્રિકેટ ગ્રાઉન્ડનું નિર્માણ કાર્યમાં સહભાગી થયેલા કલોલ તાલુકા કેળવણી મંડળના ટ્રસ્ટી પ્રફુલભાઈ તલસાણીયા, ઉપપ્રમુખ રાજેન્દ્રભાઈ શેઠ, મંત્રી સંજયભાઈ શાહ અને જેઠાભાઈ પટેલ દ્વારા સંસ્થા વતી ગ્રાઉન્ડના ઉદ્ધઘાટન નિમિત્તે આમંત્રણ આપ્યું હોવાથી પ્રસંગમાં સહભાગી થવા પાલિકાના પ્રમુખ ઉર્વશીબેન પટેલ, એડીસી બેંકના ચેરમેન અજયભાઈ પટેલ, ધારાસભ્યો ડૉ. હર્ષભાઈ પટેલ, અમિતભાઈ, લક્ષ્મણજી ઠાકોર (બકાજી) અને કૌશિક જૈન તેમજ ભાજપ પ્રવક્તા ડૉ. ઋત્વિજ પટેલ સહિતના મહાનુભાવો કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.