કાર્યવાહી:કલોલમાં જમીન બાબતે બિલ્ડરની ગાડીને થોભાવી હુમલાનો પ્રયાસ

કલોલએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • એસ ગ્રૂપના બિલ્ડર અમદાવાદ ઘરે જઈ રહ્યા હતા

કલોલમાં એસ ગ્રૂપના બિલ્ડર દિલીપભાઈ પટેલ અમદાવાદ પોતાના ઘરે કારમાં પુત્ર સાથે જઈ રહ્યા હતા. ત્યારે પલસાણા પાસે તેમની કારને ત્રણ કારોએ આંતરી લીધી હતી. આગળ સ્કોર્પિયો અને પાછળ બે કાર દ્વારા બિલ્ડરની કારને આંતરવામાં આવી હતી. અને તેમની પર હુમલો કરવાનો પ્રયાસ કરાયો હતો. ત્યારે બિલ્ડરના પુત્ર આ ત્રણે કારોની વચ્ચેથી કાર કાઢીને ભગાવી દેતા તેમનો બચાવ થયો હતો. બનાવ અંગે તેઓએ પોલીસ મથકમાં બે શખસ સામે ફરિયાદ નોંધાવી હતી.

કલોલ તાલુકા પોલીસ મથકમાં દિલીપભાઈ નારણદાસ પટેલે બે શખ્સો સામે ફરિયાદ નોંધાવી છે. તેમાં જણાવાયુ છે કે તેઓ પોતાની કારમાં કલોલ ઓફિસથી નીકળી અમદાવાદ ઘરે જતા હતા અને કાર તેમનો પુત્ર ચલાવી રહ્યો હતો. તેમની કાર પલસાણાથી પસાર થઇ રહી હતી. તે વખતે નંબર પ્લેટ વગરની અને કાર તેમની આગળ ઊભી રહી ગઈ હતી. જેથી બલેનો ચલાવતા તેમના પુત્રે કારને બ્રેક મારી હતી. અને આ જ સમયે તેમની કારની પાછળ બીજી બે કાર ઊભી રહી ગઇ હતી. અને આ કારમાંથી ઉતરેલા એક શખ્શે દિલીપભાઈ ને કાચ ખોલવાનો ઈશારો કર્યો હતો. જેથી દિલીપભાઈએ કારનો કાચ ખોલ્યો હતો. ત્યારે આ શખસે તેમને નીચે ઉતરી જાવ તેમ કહેતા તેમના પુત્ર વરૂણ એ તેમને તેમ કરવાની ના પાડી હતી.

પોતાની સાથે આમ કેમ થયું તેની તપાસ દિલીપભાઈ કરતાં તેમને માલુમ પડ્યું હતું કે તેમણે ઊસમાનાબાદ રહેતા શંકરભાઈ રબારી પાસેથી તેમની અઢી વીઘા જમીન કે જે ગણપતપુરાની સીમમાં આવી છે. તે ખરીદી હતી અને તેના સોદા પેટે શંકરભાઈ દિલીપભાઈની ઓફિસે પેમેન્ટ લેવા આવ્યા હતા. ત્યારે દિલીપભાઈએ શંકરભાઈ ને કહ્યું હતું કે તમે આ જમીનનો અન્ય લોકોને પણ બાનાખત કરી આપી છે. આ બાબતે તેઓને માથાકૂટ થતાં શંકરભાઈ ત્યાંથી રવાના થઇ ગયા હતા. અને ત્યારબાદ તેમણે આ બાબતની અદાવત રાખી શંકરભાઈ રબારી તથા તેમના સગા રમેશભાઈ દેસાઈ અને કારનો ચાલક તથા કારના ચાલકે ભેગા મળીને હુમલોકરવાના ઈરાદે તેમની કારને આંતરી હતી.

અન્ય સમાચારો પણ છે...