કલોલના પૂર્વ વિસ્તારમાં ફ્લેટના મેન્ટેનન્સ બાબતે થયેલી માથાકૂટ મારામારીમાં પરિણમી હતી. ઉશ્કેરાઈ ગયેલા શખ્સે એક યુવક ઉપર લોખંડની પાઇપ વડે હુમલો કરીને માર મારતા આસપાસમાં હોબાળા સાથે ચકચાર મચી ગઇ હતી. ઘાયલ યુવાનને સારવાર માટે હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો હતો. જ્યાં તેણે પોતાની ઉપર હુમલો કરનાર શખ્સ સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો દાખલ કરીને તપાસ ચલાવી છે.
કલોલના પૂર્વ વિસ્તારમાં દીપકભાઈ નામના શખ્સ ઉપર અશોક આનંદ નામના શખ્સે લોખંડની પાઇપ વડે હુમલો કરી ને ઘાયલ કરી દીધો હતો. કલોલના પૂર્વ વિસ્તારમાં આવેલ માં શાંતનુ રેસિડેન્સીમાં રહેતા દીપકભાઇ શકરાભાઈ પરમારે શહેર પોલીસ મથકમાં અશોકભાઈ સેંધાભાઈ આનંદ સામે ફરિયાદ નોંધાવી છે.
તે ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે દીપકભાઈ ગાંધીનગર ખાતે કોમ્પ્યુટર ઓપરેટર તરીકે નોકરી કરે છે. અને તેમના ફ્લેટની નીચે આવેલ આનંદ પાર્લરના માલિક નિમિષાબેન અશોકભાઈ સેંધાભાઈ આનંદ રહે આનંદ વિહાર સોસાયટી તેમના ફ્લેટમાં રહેતા ના હોવા છતાં તેઓ માં શાંતનુ રેસીડેન્સી ના હોય અને અવાર-નવાર પ્લેટના મેન્ટેનન્સ ઉઘરાવવા આવતા દિપકભાઈને તેમના પતિ અશોકભાઈ સાથે તકરાર થતી હોય છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.