તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
સાંતેજ ગ્રામ પંચાયતમાં આરટીઆઇ કરી ગામના વિકાસ કામની માહિતી માગનાર યુવાન ઉપર તેના જ પિતરાઇ ભાઇના પરિવારજનોએ હુમલો કર્યો હતો અને જાનથી મારી નાંખવાની ધમકી આપી હોવાનો બનાવ સાંતેજ પોલીસ મથકમાં નોંધાયો છે. ફરિયાદના આધારે પોલીસે એક જ પરિવારના 5 સભ્યો સામે ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે.
બનાવની વિગતો એવી છે કે સાંતેજ ગામના ખુણિયાવાસમાં રહેતા હરેશજી ઠાકોર મોબાઇલ રિપેરિંગનો વ્યવસાય કરે છે. તેમણે સાંતેજ ગ્રામ પંચાયતમાં આરટીઆઇ કરી વિકાસના કામની વિગતો મેળવવા માગણી કરી હતી. આ અંગે હરેશજીના પિતરાઇ ભાઇ ખોડાજી બબાજી ઠાકોર ગ્રામ પંચાયતની તરફેણ કરી મારી ઉપર ઉશ્કેરાઇ ગયા હતાં અને અપશબ્દો બોલી ગડદાપાટુનો માર માર્યો હતો. તેમજ ધમકી આપી હતી કે હવે પછી ગ્રામ પંચાયતમાં આરટીઆઇ કરીશ તો તને જાનથી મારી નાંખીશ.
ત્યારબાદ ખોડાજીએ તેની ગાડી હરેશજીના ઘર આગળ દરેકને નડે તેવી રીતે પાર્ક કરી હતી. તેનો વિડિયો બનાવી હરેશજીએ વાઈરલ કર્યો હતો. જેથી ખોડાજી ફરીથી ઉશ્કેરાઇ ગયા હતાં અને તેમના પત્ની ચંપાબેન તેમજ પરિવારના ગોવિંદજી, કરણ અને અજય સહિતના પાંચેય સભ્યો એક સંપ થઇ હરેશજીને માર મારવા લાગ્યા હતાં. તે વખતે હરેશજીની પત્ની અને પિતા તેમને છોડવવા વચ્ચે પડતાં તેમનો મોબાઇલ તોડી નાંખ્યો હતાં. આ તમામ પરિવારે હરેશજીને માર મારી ધમકી આપી નાસી ગયા હતાં. આ અંગે હરેશજીએ સાંતેજ પોલીસમાં પાંચ આરોપી સામે ફરિયાદ નોંધાવી છે.પોલીસે હાલ આ અંગે તપાસ હાથ ધરી છે. આ બનાવથી નાનકડા ગામમાં ભારે ચકચાર મચી જવા પામી હતી.
પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.