હુમલો:અઢાણામાં જમીનનો કબ્જો લેવા પરિવાર પર હુમલો, 5 લોકો ઘાયલ

કલોલ6 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • લાકડીઓ-પાઈપો લઈને 50થી વધુ લોકોએ હુમલો કર્યો

કલોલ તાલુકાના અઢાણા ગામે જમીનનો કબ્જો લેવા માટે પરિવાર પર 50થી વધુ લોકોના ટોળાએ હુમલો કરતાં ચકચાર મચી છે. ગામના પુંજાજી ઠાકોરનો પરિવાર ખેતરમાં ભેંસ બાંધીને રાખે છે. ત્યારે જમીનના કબ્જા બાબતે મંગળવારે બપોરના સુમારે ઠાકોર પરિવાર પર હુમલો થયો હતો. અંદાજે ગાડીઓ અને બાઈકો લઈને આવેલા 50થી વધુ લોકોના ટોળાએ હુમલો કર્યો હતો.

ટોળાએ હુમલો લાકડીઓ અને લોખંડની પાઈપો લઈને હુમલો કરતાં પરિવારના સાત જેટલા લોકોને ઈજાઓ પહોંચી હતી, જેમાંથી પાંચ લોકોને હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા હતા. જ્યાં પોલીસે ઈજાગ્રસ્તોના નિવદનો સાથે ફરિયાદ નોંધાવાની પ્રક્રિયા શરૂ કરી હતી. ઈજાગ્રસ્તોના જણાવ્યા મુજબ તેઓએ 1983માં જમીન રાખેલ હતી જેનું પજેશન પર મળી ગયું છે. જોકે આ મુદ્દે ડખો થતાં કોર્ટમાં કેશ ચાલી રહ્યો છે.

પરિવારમાં ભત્રીજાના લગ્ન હતા ત્યારે સામવાળા દ્વારા 50થી વધુનું ટોળુ મોકલીને જમીનનો કબ્જો લેવા પ્રયત્ન કર્યો હતો. જેઓએ જમીનનો કબ્જો લેવા માટે હુમલો કરતાં દોડધામ મચી ગઈ હતી. આ તરફ ગામમાં સમગ્ર મુદ્દે વાત પહોંચતા ગ્રામજનો દોડી ગયા હતા. જેને પગલે હુમલાખોરો ભાગી છૂટ્યા હતા, જોકે લાકડીઓ અને પાઈપો વડે થયેલા હુમલામાં પાંચથી વધુ લોકો ઘાયલ થયા હતા.

ઈજાગ્રસ્તો રાણાજી પુંજાજી ઠાકોર (47 વર્ષ), જોઈતાજી મથુરજી ઠાકોર (59 વર્ષ), રમણજી મથુરજી ઠાકોર (55 વર્ષ), પુંજાજી મંગાજી ઠાકોર (68 વર્ષ), યોગેશ રાણાજી ઠાકોર (32 વર્ષ)ને સારવાર માટે કલોલની હોસ્પિટલમાં ખસેડાયા હતા. જ્યાં પોલીસે તેઓના નિવેદનો લઈને સમગ્ર મુદ્દે ફરિયાદ નોંધવાની તજવીજ હાથધરી હતી.

અન્ય સમાચારો પણ છે...