મદદ:કોરોનાથી મૃત્યુ પામનારા કલોલના હોમગાર્ડ જવાનના પરિવારને સહાય

કલોલ2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

કોરોનાથી મૃત્યુ પામનાર કલોલનાં હોમગાર્ડ જવાનનાં પરિવારને હોમગાર્ડ યુનિટ દ્વારા 1.55 લાખનો ચેક અપાયો હતો.

કોરોનાં દરમિયાન કલોલનાં રહેવાસી અનિલભાઇ મકવાણાનું ફરજ દરમિયાન કોરોનાનાં કારણે મૃત્યુ થયુ હતુ. અનિલભાઇ પરીવારનો આધાર હતા. ત્યારે ગાંધીનગર જિલ્લા હોમગાર્ડનાં જિલ્લા કમાન્ડર વિષ્ણુભાઇ આર પ્રજાપતિનાં હસ્તે અનિલભાઇનાં ઘરે અન્ય જવાનો સાથે જઇને ગુજરાત હોમગાર્ડસ વેલફેર ફંડમાંથી રૂ. 1.55 લાખનો ચેક આપવામાં આવ્યો હતો.

આ ઉપરાંત કલોલ હોમગાર્ડનાં સભ્ય કનૈયાલાલ નાગર નાઓને તેમની દીકરીનાં લગ્ન પ્રસંગે આ નિધીમાંથી20 હજારનો લગ્ન સહાયનો ચેક અપાયો હતો. આ પ્રસંગે સ્થાનિક યુનિટનાં એમ કે પરમાર, પી એસ યાદવ, વી એમ રાઠોડ હાજર રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...